કેરળમાં 9 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા રજૂ કરાયેલા આ ઢંઢેરામાં ગરીબ પરિવારો, મહિલાઓ અને રાજ્યના માળખાકીય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

ભાજપે મહિલા સશક્તિકરણ માટે 'ભક્ષ્ય આરોગ્ય સુરક્ષા કાર્ડ' આપવાનું વચન આપ્યું છે. આ કાર્ડ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને દવા અને કરિયાણાના ખર્ચ માટે દર મહિને ₹2500 ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, ગરીબ પરિવારોને વર્ષમાં બે મફત LPG સિલિન્ડર (એક ઓણમ અને બીજો ક્રિસમસ પર) આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વિપક્ષ પર આકરા પ્રહારો
ચૂંટણી પ્રચાર દરમિયાન નીતિન નવીને કોંગ્રેસ અને CPI(M) ને "મેચ-ફિક્સર" ગણાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે આ બંને પક્ષો વર્ષોથી ગઠબંધન કરીને કેરળની જનતા સાથે રમત રમી રહ્યા છે. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે ભાજપ અને NDA ને વિજયી બનાવવા અપીલ કરી હતી.
ચૂંટણી ક્યારે છે?
કેરળમાં આગામી 9 એપ્રિલે મતદાન થશે અને ૪ મે ના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. ભાજપે એટિંગલ બેઠક પરથી એડવોકેટ પી. સુધીરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?