વિમાન મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. ભારત સરકારે હવાઈ મુસાફરીને લઈને એક મહત્વનો નિર્ણય લીધો. જે અંતર્ગત વિમાનમાં પસંદગીની માટે લેવામાં આવતા વધારાની ફીમાંથી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને આદેશ જારી કર્યા. તમામ એરલાઇન્સને તેમની 60 ટકા બેઠકો મફતમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે 6 મોટા નિર્ણયો લીધા છે.


સમાન PNR ધરાવતા મુસાફરો એકસાથે

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોના અધિકારોને મજબૂત બનાવવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નવા સુધારાથી મુસાફરોને તેમની પસંદગીની સીટ શોધવાનું સરળ બનશે અને બિનજરૂરી ખર્ચ ટાળવામાં આવશે. સરકારે હવાઈ મુસાફરીને સસ્તી, પારદર્શક અને અનુકૂળ બનાવવા માટે આ ફેરફાર લાગુ કર્યો છે. વધુમાં, તેમણે ફરજિયાત બનાવ્યું છે કે સમાન PNR ધરાવતા મુસાફરોને ફ્લાઇટમાં એકસાથે બેસાડવામાં આવે. અર્થાત એક જ બુકિંગ પર મુસાફરી કરતા મુસાફરો એકસાથે બેસી શકશે. જો આ શક્ય ન હોય, તો તેમની બેઠકો એકબીજાની બાજુમાં રાખવી જોઈએ. આ નવા નિયમથી પરિવારના સભ્યો હવે સાથે મુસાફરીનો આનંદ લઈ શકશે. અગાઉ, મુસાફરોને એકસાથે બેસવા માટે વધારાની ફી ચૂકવવી પડતી હતી.

DGCAનો મહત્વના નિર્ણય

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને રમતગમતના સાધનો, સંગીતનાં સાધનો અને પાલતુ પ્રાણીઓના પરિવહન માટે પારદર્શક નિયમો સ્થાપિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એરલાઇન્સે તેમની વેબસાઇટ પર આ નીતિઓ સ્પષ્ટપણે પ્રકાશિત કરવી પડશે. પાલતુ પ્રાણીઓ સંબંધિત નિયમો અંગે ઘણીવાર મૂંઝવણ હોય છે. નવા નિર્દેશથી આ મૂંઝવણ દૂર થશે અને મુસાફરો માટે મુસાફરી સરળ બનશે.

સ્થાનિક ઉડ્ડયન બજારમાં ત્રીજા નંબરે

સરકારે ફ્લાઇટમાં વિલંબ, રદ થવા અથવા બોર્ડિંગ નકારવાના કિસ્સામાં મુસાફરોના અધિકારો પર ભાર મૂક્યો છે. એરલાઇન્સે તેમની વેબસાઇટ્સ, એપ્લિકેશન્સ, બુકિંગ પ્લેટફોર્મ્સ અને એરપોર્ટ કાઉન્ટર્સ પર આ અધિકારો વિશેની માહિતી સ્પષ્ટપણે પ્રદર્શિત કરવી આવશ્યક છે. સરળતાથી સમજવા માટે આ માહિતી પ્રાદેશિક ભાષાઓમાં પૂરી પાડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.


આ પણ વાંચો : Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલના ભાવમાં બુધવારે કેટલો બદલાવ આવ્યો?

  • Follow us on: