કુદરતી હોનારત વખતે અગાઉ જ આપશે એલર્ટ, NISAR સેટેલાઇટ લોન્ચ થવુ એ ભારત માટે ગૌરવની ક્ષણ, શ્રીહરિકોટાથી NISAR સેટેલાઇટ કરાયુ લોન્ચ, અંતરિક્ષમાં ભારતે ફરી ઇતિહાસ રચીને દુનિયાને પોતાની તાકાત દર્શાવી છે. ISRO અને NASAએ મળીને NISAR સેટેલાઇટ લોન્ચ કર્યુ છે.
NISAR સેટેલાઇટ ધરતીને કરશે સ્કેન
GSLV-F16 રોકેટે 19 મિનિટમાં સેટેલાઇટને પોલર આર્બિટમાં પહોંચાડ્યુ છે. NISAR સેટેલાઇટ દર 12 દિવસે ધરતીને સ્કેન કરશે. ISRO અને NASAએ NISAR પર લગભગ 1.5 બિલિયન ડૉલર ખર્ચ કર્યો છે. ભારતીય એજન્સીઓ માટે આ હમણા સુધીનું સૌથી મોંઘુ મિશન સાબિત થયુ છે. NISARના નામે દુનિયાનું સૌથી મોંઘુ 'અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ'નો રેકોર્ડ નોંધાયો છે. ધરતીને સ્કેન કરનાર આ હમણા સુધીનું સૌથી એડવાન્સ સેટેલાઇટ છે. જેમાં NASAનું L-band રડાર અને ISROનું S-band રડાર લગાવવામાં આવ્યુ છે. આ બન્ને રડાર મળીને રાત-દિવસ, વરસાદ-તડકામાં પણ હાઇ ક્વોલીટીની ઇમેજ વૈજ્ઞાનિકોને મોકલશે. આ સેટેલાઇટનો મુખ્ય હેતુ ધરતી પર આવનારી તબાહીનું અગાઉથી જ એલર્ટ વૈજ્ઞાનિકોને મોકલવાનું છે.
સેટેલાઇટ વિજ્ઞાનને આપશે નવી દિશા
NISAR મિશનને તૈયાર કરવા માટે ISRO અને NASAને 8થી 10 વર્ષનો સમય લાગ્યો હતો. બન્ને એજન્સીઓએ મળીને રડાર ટેક્નોલોજીને ડિઝાઇન કરી છે. અને તેનું પરીક્ષણ કર્યુ છે. NISARમાં લગાવવામાં આવેલા બે રડાર L-band SAR જે જંગલો અને જમીનની અંદર સુધી સ્કેન કરી શકશે. જેના દ્વારા માટી અને ગ્લેશિયર વિશે અભ્યાસ કરવામાં આવશે. તો આ તરફ, S-band SAR જે ખેતરો, શહેરો અને સમુદ્રી વિસ્તારને સ્કેન કરશે. સેટેલાઇટ જે ડેટા મોકલશે તેના દ્વારા ક્લાઇમેન્ટ ચેન્જ, કુદરતી આપદા, શહેરની યોજના અને ખેતરો અને ફૂડ સિક્યોરીટીની માહિતી મેળવી શકાશે. ભારત અને અમેરિકાની સંયુક્ત યોજનાથી તૈયાર કરવામાં આવેલી આ સેટેલાઇટ વિજ્ઞાનને નવી દિશા આપશે. અને સાથે જ દુનિયાને કુદરતી આપદાઓ સામે લડવા માટે તૈયાર પણ કરશે.