પીએમ મોદીનું કાર્યાલય અને નિવાસ સ્થાન બન્નેનું સરનામું થોડા સમયમાં બદલાઇ જશે.
સેવા તીર્થ પરિસરમાં મળશે સ્થાન
પીએમ મોદીનું ઓફિસ અને નિવાસ સ્થાનને સેવા તીર્થ પરિસરમાં સ્થાન અપાશે. આવાસ અને કાર્યાલય બદલવા સમયે સામાન શિફ્ટ કરાશે. પરંતુ પીએમનું નિવાસ સ્થાન બદલવું એ સામાન ખસેડવા જેટલું સરળ નથી. આ તમામ પગલાઓ ગુપ્ત માહિતી, સુરક્ષા અને વ્યવસ્થાની વચ્ચે લેવામાં આવે છે. એક-એક ફાઇલ, એક-એક ભેટ અને ખાનગી સામાનની પણ ઓળખ કરવામાં આવે છે.
કેવી હોય છે પીએમ નિવાસ સ્થાનની શિફ્ટીંગ?
ભારતમાં પીએમ નિવાસ સ્થાનમાંથી સામાનની શિફ્ટીંગ એક સંગઠિત અને નક્કી કરાયેલી પ્રક્રિયા હેઠળ કરવામાં આવે છે. આ કામ સામાન્ય ઘરોની જેમ નથી થતું. તેમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને પ્રોટોકોલનું પૂર્ણ પાલન કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાનું નિરીક્ષણ તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. કે જેનાથી કોઇપણ સ્તરે ભૂલ-ચૂક ન થાય. 200 જેટલા લોકો મળીને ઘરનું શિફ્ટીંગ કરે છે.
અગાઉ બનાવાયા છે યોજના
પીએમ નિવાસ સ્થાનની શિફ્ટીંગનું કામ અચાનક શરુ થતુ નથી. અગાઉ યોજના બનાવાય છે. અને પહેલા અને અંતમાં કઇ વસ્તુઓ ખસેડાશે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. સામાનના પેકિંગ માટે મુવર્સ અને પૈકર્સની મદદ લેવામાં આવે છે. અગાઉ આ મુવર્સ અને પૈકર્સના કર્મચારીઓની તપાસ કરવામાં આવે છે. અને બાદમાં જ તેમને પરવાનગી અપાય છે. દરેક વસ્તુઓ પર ખાસ નંબર લખવામાં આવે છે. શિફ્ટીંગ દરમિયાન સુરક્ષાની કમાન સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે એસપીજીના હાથમાં હોય છે.
કેટલા તબક્કામાં થાય છે કામ પૂર્ણ ?
પીએમ નિવાસ સ્થાનને શિફ્ટીંગ કરવા માટે કોઇ સમય સીમા હોતી નથી. તે અઠવાડિયામાં અથવા મહિનામાં પણ કામ પૂર્ણ કરી શકે છે. અગાઉ ખાસ ફાઇલ, ખાનગી સામાન મોકલવામાં આવે છે. બાદમાં સરકારી વસ્તુઓ લઇ જવાય છે.
આ પણ વાંચોઃ Elon Muskને Grok AI મામલે લાગ્યો મોટો ઝટકો, આ બન્ને દેશોમાં લગાવાયો પ્રતિબંધ
