લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુક લદ્દાખને પૂર્ણ રાજ્ય અને છઠ્ઠી અનુસૂચીમાં સામેલ કરવા માગે છે. જેના માટે તેઓએ આંદોલન શરુ કર્યુ હતુ. પરંતુ તેમનું આ આંદોલન હિંસામાં બદલાયુ.
જળ સંકટને ઓછુ કરવા ખાસ પ્રોજેક્ટ
ગૃહ મંત્રાલયે લેહમાં થયેલી હિંસા માટે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા છે. પરંતુ સોનમ વાંગચુકે આ તમામ આરોપો ફગાવ્યા છે. આ સાથે સોનમ વાંગચુકના એનજીઓનું લાયન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યુ છે. સોનમ વાંગચુકની ઓળખ પણ એક સામાજિક કાર્યકર તરીકે થાય છે. તેઓ પર્યાવરણ પ્રેમી અને પરિવર્તન લાવનાર એન્જિનીયરના રૂપમાં કરવામાં આવે છે. પરંતુ તેમની સૌથી વધુ ચર્ચા તેમના 'આઇસ સ્તૂપ' પ્રોજેક્ટના કારણે કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ જળ સંકટને ઓછુ કરવા માટે કાર્ય કરશે. દુનિયાભરમાં આ પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી છે.
કૃત્રિમ ગ્લેશિયરનું નિર્માણ
'આઇસ સ્તૂપ' પ્રોજેક્ટ કૃત્રિમ ગ્લેશિયરનું નિર્માણ કરવાની ટેક્નિક વિશેનો છે. તેનો હેતુ ઠંડા પ્રદેશમાં વહેનાર પાણીને એવી રીતે ફ્રિઝ કરવાનો છે. કે તે સ્તૂપના રીતે વધતો રહે. અને ગરમીના દિવસોમાં તે ધીરે-ધીરે પિગળતો રહે. કે જેના કારણે ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે. જેની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી. સોનમ વાંગચુકના કહેવા પ્રમાણે આ નવા પ્રકારનો પ્રોજેક્ટ છે. જેના કારણે પર્યાવરણને કોઇ નુકસાન નહી થાય. આ પ્રોજેક્ટનો હેતું લદ્દાખ જેવા પ્રદેશમાં પાણી સંકટને ઓછું કરવાનો છે.
'આઇસ સ્તૂપ' બનાવવાની યોજના
'આઇસ સ્તૂપ' બનાવવા માટે સૌથી પહેલા ઉંચાઇ પર ઉપસ્થિતિ પાણીનો સ્ત્રોત જોવામાં આવે છે. પછી પાઇપલાઇનના મારફતે તેને નીચે લાવવામાં આવે છે. જ્યાં સ્તૂપ બનાવવામાં આવ્યા છે. પાઇપ એવી રીતે તૈયાર કરવામાં આવે છે. કે જેના કારણે ગુરુત્વાકર્ષણની અસરથી પાણીમાં દબાણ પેદા કરવામાં આવે. અને આ જ દબાણ પાઇપના અંતિમ સ્થળ પર પાણીને ફુવારા રૂપે બહાર કાઢે છે. આ પાણી જ્યારે ઠંડી હવાઓમાં પાણીના ફુવારાના ટીંપા સ્વરૂપે વિખેરાય છે. ત્યારે હવામાં જામી જાય છે.
