મહારાષ્ટ્રમાં સર્જાયેલા ભાષા વિવાદ મામલે રસાકસી હજુ યથાવત્ત છે. મરાઠી ભાષા ભારતની પ્રમુખ ભાષાઓમાંની એક છે. મરાઠી ભાષાનો ઇતિહાસ અને વિકાસ સંસ્કૃત ભાષા સાથે જોડાયેલો છે. મરાઠી ભાષાને લઇન ઘણા વિવાદ પ્રકાશમાં આવ્યા છે. હાલમાં મુંબઇના મીરા રોડ પર આવેલી મિઠાઇની દુકાનમાં મારામારીની ઘટના સામે આવી હતી. કારણ કે દુકાનદાર મરાઠી ભાષા બોલતો ન હતો. કારણ કે તેને મરાઠી ભાષા આવડતી ન હતી.

ભાષા વિવાદ વધુ વકર્યો

MNSના કાર્યકર્તાઓએ મરાઠી ભાષા ન બોલનાર દુકાનદાર સાથે મારામારી કરી હતી. અને દુકાનમાં નુકસાન પહોંચા઼ડ્યુ હતુ. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલીભર્યુ વાતાવરણ છે. હવે આ એક તરફી મામલો બની ગયો છે. જનતા મરાઠી ભાષા મામલે પ્રશ્નો ઉઠાવી રહી છે. જે લોકો મરાઠી નથી તો તેમના માટે મરાઠી બોલવી કપરી છે. તો આ સાથે તેમને આવી રીતે હેરાન કરવું એ અયોગ્ય ગણવામાં આવી રહ્યુ છે.

મરાઠી ભાષા ક્યાંથી આવી ?

મરાઠી ભાષા મુખ્ય રુપથી મહારાષ્ટ્રમાં બોલાનારી ભાષા છે. અને વર્ષ 1966થી તે મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા છે. મરાઠી ભાષા તમામ પ્રમુખ ભાષાઓમાંની એક છે. તે ઇન્ડો-આર્યન ભાષા પરિવારની દક્ષિણ શાખા સાથે જોડાયેલી છે. પ્રીચીન સમયમાં મરાઠી ભાષાને મહરાટ્ટી, મરહટ્ટી અને મહારાષ્ટ્રી જેવા નામોથી ઓળખવામાં આવતી હતી. મરાઠી ભાષા 1300 વર્ષ જુની ભાષઆ હોવાનું માનવામાં આવે છે. તેની શરૂઆત સંસ્કૃત ભાષાથી થઇ હતી.

મરાઠી ભાષાનો સંપૂર્ણ ઇતિહાસ

મરાઠી મહારાષ્ટ્રની મુખ્ય ભાષા છે. ભારતીય બંધારણની આઠમી અનુસૂચીમાં સામેલ એક માન્યતા પ્રાપ્ત ભાષા છે. મરાઠી ઇન્ડો-યૂરોપીય ભાષા પરિવારની ઇન્ડો-આર્યન શાખામાંથી આવે છે. મરાઠી એક સમૃદ્ધ અને જુની ભાષા છે. સાથે જ તે સ્વતંત્ર અને પૂર્ણ વિકસિતી ભાષા છે. મરાઠી ભાષાનો ઇતિહાસ અને વિકાસ પ્રાચીન સંસ્કૃત ભાષાથી થયો છે. મોટાભાગની ઉપભાષાઓમાંની એક છે. મહારાષ્ટ્રીયન પ્રાકૃતથી જૈન અપભ્રંશનો જન્મ થયો હતો. જે લેખન અને બોલી બન્નેમાં ઉપયોગમાં લેવાતી હતી. 
  • Follow us on: