આજે સ્વતંત્ર સંગ્રામમાં સેનાઓની સાથે એવા ગીત અને નારાઓને પણ યાદ કરાય છે જેના કારણે દેશમાં સ્વતંત્રતાની લહેર જોવા મળી હતી.

વિદેશી ફરમાનની સામે દેશભક્તિની રચના

આ એ જ રચના છે જેણે ગુલામીના સાંકળોને તોડવા માટે પડકારો આપ્યા હતા. અને આ સ્વરે લાખો ભારતીયોને એક જ સૂરમાં બાંધ્યા હતા. 150 વર્ષ પહેલા તૈયાર કરાયેલી આ રચના આજે પણ ઉર્જા, ગર્વ અને ઉન્માદનો અનુભવ કરાવે છે. 19મી સદીમાં બ્રિટીશ શાસન દરમિયાન એક આદેશ જાહેર કરાયો હતો. જે અનુસાર સાર્વજનિક સંસ્થાનોમાં 'ગોડ સેવ ધ કીન'નું ગીત અનિવાર્ય રહેશે. આ આદેશ બંકિમ ચંદ્ર ચેટર્જીને તકલીફ આપતુ હતો.

સ્વતંત્રતાનું જુનુન વધ્યુ

બંકિમ ચંદ્ર ચેટર્જીએ પોતાના માતૃભૂમિ માટે સ્તુતિ લખવાનું શરુ કર્યુ હતુ. આ સ્તુતિના માધ્યમથી ભારતીય આત્માને જગાવવાના પ્રયત્ન હાથ ધરાયા હતા. જે સંઘર્ષના દિવસોમાં ભારતીયોને પ્રેરણા આપતુ હતુ. ગુલામીના દિવસોમાં સ્વતંત્રતાનું જુનુન વધાર્યુ હતુ. વર્ષ 1875ની આસપાસ બંકિમ ચંદ્ર ચેટર્જીની કલમમાંથી 'વંદે માતરમ'ની ધૂન નિકળી અને જોત જોતામાં આ રચના ઉપન્યાસ આનંદ મઠમાંથી નિકળીને પૂર્ણ ભારતમાં પ્રસરી હતી. અને ભારતીયોને આઝાદી માટે પ્રેરણા આપતી હતી. જે પણ ક્રાંતિકારી આ ધૂનને સાંભળતા હતા. તેઓ માટે આ એક નવી પ્રેરણા બનીને દિલમાં પોતાનું સ્થાન બનાવતી હતી. 'વંદે માતરમ'ની ધૂન દરેક સ્થળે સંભળાતી હતી.

સંસ્કૃતની પવિત્રતા અને બંગાળની મિઠાસ

આ રચનાની સુંદરતા એ છે કે, આ રચનાની શરૂઆત સંસ્કૃત ભાષામાં છે. અને બાકીની પંકિતઓ બંગાળી ભાષામાં લખાઇ છે. જે સૌમ્યતા અને મધુરતા આપે છે. રવિન્દ્રનાથ ટાગોરે વર્ષ 1896માં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં તેને સુર સાથે રજૂ કર્યુ હતુ. ત્યારે સભામાં ઉપસ્થિત તમામ લોકો ભાવુક થયા હતા. ત્યાર બાદ અરવિંદોએ તેનું અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો હતો. જેના કારણે તે દુનિયાભારમાં પ્રસિદ્ધ થયુ હતુ.

સ્વતંત્ર ભારતે આપ્યુ સર્વોચ્ચ સન્માન

જયારે ભારત દેશે 24 જાન્યુઆરી 1950ના રોજ પોતાના બંધારણનો સ્વીકાર કર્યો હતો. ત્યારે 'વંદે માતરમ'ને ભારતના રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની જેમ 'વંદે માતરમ'ને પણ દેશનું ઉચ્ચ સન્માન આપવામાં આવ્યુ હતુ. 150 વર્ષ બાદ પણ આ ગીત ન માત્ર શિખવવામાં આવે છે પણ તે દરેક ભારતીયને દેશ માટે દેશભક્તિની ઉર્જા પુરી પાડે છે.

આ પણ વાંચોઃ Maharashtraના Nasikમાં સપ્તશ્રૃંગી દેવીના દર્શન કરી પરત ફરતા સમયે કાર ખીણમાં ખાબકતા 5 લોકોના થયા મોત