જગદીપ ધનખડે અચાનક આપેલા રાજીનામાં બાદ, હવે દેશને નવા ઉપરાષ્ટ્રપતિની જરૂરત છે. જોકે, તેના માટે તૈયારીઓ અને ઉમેદવારોનુ લિસ્ટ જાહેર થઇ ચૂક્યુ છે. કાલે એટલે કે 9 સપ્ટેમ્બરે આના માટે વોટિંગ પણ થવા જઇ રહ્યુ છે. એનડીએ તરફથી સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા ગઠબંધન તરફથી બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિનુ પદ દેશના સર્વોચ્ય પદોમાં બીજા સ્થાન પર છે. જગદીપ ધનખડ, હામિદ અંસારી અને એમ વૈકેયા નાયડૂ જેવા લોકો આ પદ પર સેવા આપી ચૂક્યા છે. એવામાં આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિને કઇ કઇ સુવિધાઓ મળે છે.


ઉપરાષ્ટ્રપતિને મળતી સુવિધાઓ

સત્તાવાર નિવાસ: ઉપરાષ્ટ્રપતિને દિલ્હીના લુટિયન્સ ઝોનમાં એક ભવ્ય સરકારી બંગલો ફાળવવામાં આવે છે. અહીં રહેવાની વ્યવસ્થા સંપૂર્ણ સુરક્ષિત હોય છે અને કોઈ ભાડું આપવું પડતું નથી.

વેતન અને ભથ્થુંઃ ઉપરાષ્ટ્રપતિને દર મહિને 4 લાખનું વેતન મળે છે. આ સિવાય તેમને ભથ્થું અને પેન્શન પણ આપવામાં આવે છે.

સુરક્ષા: ઉપરાષ્ટ્રપતિને કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તેમને SPG અને હાઈ ફોર્સ સુરક્ષા આપવામાં આવે છે. તેઓને દરેક સમયે Z+ સુરક્ષા કવર આપવામાં આવે છે.

વાહન સુવિધા: તેમને સત્તાવાર રીતે બુલેટપ્રૂફ કાર આપવામાં આવે છે અને દેશ-વિદેશ પ્રવાસ માટે એરફોર્સના વિમાન અને હેલિકોપ્ટરની સુવિધા આપવામાં આવે છે.

સ્ટાફ અને ઓફિસ સુવિધા: ઉપરાષ્ટ્રપતિને સત્તાવાર નિવાસસ્થાન પર અંગત સ્ટાફ, સચિવાલય અને સહાયક અધિકારીઓ આપવામાં આવે છે. તે માટે અલગથી ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય ફાળવવામાં આવે છે.

પ્રવાસ ભથ્થું: દેશ અને વિદેશ પ્રવાસ માટે તમામ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે. વિદેશ પ્રવાસ દરમિયાન તેમને ઉચ્ચ સ્તરની પ્રોટોકોલ અને આવકારની સુવિધા પણ મળે છે.

મેડિકલ સુવિધા: તેમને સરકારી તેમજ CGHS હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળે છે. અહીં VIP સારવાર આપવામાં આવે છે અને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન પણ તબીબી ટીમ સાથે રહે છે.

પદ છોડ્યા પછીની પેન્શન અને સુવિધાઓ: પદ છોડ્યા પછી પણ તેમને દર મહિને પેન્શન મળે છે. સાથે સ્ટાફ, વાહન અને ડ્રાઈવર પણ આપવામાં આવે છે. પેન્શન સાથે સાથે સરકારી નિવાસ પણ ફાળવવામાં આવે છે.

  • Follow us on: