પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં સર્જાયેલી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ભાગદોડની ઘટનામાં 19થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 25 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પવિત્ર તહેવારની ઉજવણી દરમિયાન બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અનેક દિગ્ગજોએ દુખ વ્યક્ત કર્યુ
ઘટનાની ગંભીરતાને જોતાં દેશના સર્વોચ્ચ નેતૃત્વ અને વિવિધ રાજ્યોના દિગ્ગજોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
https://x.com/ANI/status/2111488666313142357?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2111488666313142357%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
