પશ્ચિમ બંગાળની રાજધાની કલક્તામાં ફરી એક વખત ગેંગરેપની ઘટના બનવા પામી છે. આ વખતે TMCના નેતા મનોજીત મિશ્રા પર ગેંગરેપનો ગુનો નોંધાયો છે. જો કે સવાલ એ છે કે બપોરે કોલેજના બિલ્ડીંગમાં વિદ્યાર્થીનીને લઈ જઈને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો, પરંતું કોઈને ભનક સુધ્ધા થઈ નથી. કસ્બામાં આવેલી લો કેલેજની વાઈસ પ્રિન્સિપાલ નૈના ચેટરજીને આ ઘટના વિસે સવાલ કરવામાં આવ્યા તો તેમણે કહ્યું કે ઘટના સમયે તેઓ કોલેજમાં હાજર નહોતા. 


શુક્રવારે જ્યારે કોલેજના ગ્રાઉન્ડમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે વાઈસ પ્રિન્સિપાલ નૈના ચેટર્જીએ જણાવ્યું હતું કે તેઓ ગયા બુધવારે કોલેજમાં હતા, જ્યારે આ ઘટના બની હતી. સાંજે 5 વાગ્યે ડીન સાથે રુમમાં મિટીંગ ચાલી રહી હતી. જો કે તેમને આ ઘટના વિશે કોઈ પ્રકારની જાણ નહોતી. ગુરુવારે પણ તેમને આ વિશે કોઈ જાણકારી મળી નહોતી. 48 કલાક પછી શુક્રવારે સવારે એક સુરક્ષા ગાર્ડે તેમને આ વિશે માહિતી આપી.  

વાઈસ પ્રિન્સિપાલે આપી જાણકારી

વાઇસ પ્રિન્સિપાલે કહ્યું કે તેમણે તાત્કાલિક ચેરમેન અશોક દેવને આ બાબતની જાણ કરી. અશોક દેવે તેમને કહ્યું કે આજે (શુક્રવાર) રજા હોવાથી સોમવારે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, નૈના આ પ્રશ્નનો યોગ્ય જવાબ આપી શકી નહીં કે તેમને 48 કલાક પછી આ વાતની ખબર કેમ પડી.તેમના મતે, કોલેજમાં હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે, તેથી કોઈ વિદ્યાર્થી આવી રહ્યા નથી. જોકે, વાઇસ પ્રિન્સિપાલ એ કહી શક્યા નહીં કે ઘટનાના દિવસે વિદ્યાર્થીની કે આરોપી વિદ્યાર્થીની કોલેજમાં કેમ હાજર હતી?



  • Follow us on: