રાજસ્થાનના કોટામાં વિશ્વનો સૌથો મોટો 215 ફૂટ ઊંચો રાવણ બનાવવામાં આવી રહ્યો છે. આ પુતળાનું વજન 12 ટન છે. અને તેને 3 કલાકમાં ઊભું કરવામાં આવશે. પહેલી વાર રિમોટથી રાવણનું દહન કરવામાં આવશે. તાજમાં LED લાઇટ લગાવવામાં આવી છે અને પુતળામાં 20 સેન્સર લગાવવામાં આવ્યા છે.

સૌથી મોટો રાવણ

રાજસ્થાનના કોટામાં તૈયાર કરવામાં આવી રહેલા રાવણના પુતળામાં 9500 કિલો લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પૂતળાનું માથું 25 ફૂટનું છે. જ્યારે બાકીના 9 માથા 3×6 ફૂટના છે. રાવણનો ચહેરો ફાઇબરથી બનેલો છે અને તેનું વજન લગભગ 300 કિલો છે. પૂતળાનો મુગટ 60 ફૂટ ઊંચો હશે અને તેમાં બહુરંગી LED લાઇટો લગાવવામાં આવશે. તલવાર 50 ફૂટ લાંબી છે અને જૂતા 40 ફૂટ લાંબા છે. રાવણની સાથે કુંભકરણ અને મેઘનાદના 60-60 ફૂટ ઊંચા પૂતળા પણ બનાવવામાં આવી રહ્યા છે. તેમનું વજન 1 હજાર કિલો છે અને ચહેરા 10-10 ફૂટ ફાઇબરથી બનેલા છે.

100 થી વધુ લોકોની મદદ લેવાશે

વિશાળ પૂતળાને ઊભું કરવા માટે 6 ફૂટ ઊંડો અને 25 ફૂટ પહોળો કોંક્રિટ પાયો બનાવવામાં આવ્યો છે. રાવણને બે ક્રેન, JCB અને 100 થી વધુ લોકોની મદદથી ઊભો કરવામાં આવશે. આ વખતે રિમોટ સેન્સરથી દહન કરવામાં આવશે. પુતળામાં 20 સેન્સર લગાવવામાં આવ્યા છે. બટન દબાવતાની સાથે જ ફટાકડા ફોડવા લાગશે અને તાજથી શરીર સુધી પુતળા સળગવા લાગશે.

કલાકારનો જુસ્સો અને રેકોર્ડ

રાવણના કલાકાર તેજેન્દ્ર ચૌહાણ છેલ્લા 39 વર્ષથી આ કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 7 રેકોર્ડ બનાવ્યા છે જેમાંથી 5 લિમ્કા બુકમાં અને 2 વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં નોંધાયેલા છે. મોટો રાવણ બનાવવાના જુસ્સામાં તેમણે 12.5 એકર જમીન પણ વેચી દીધી છે. 

  • Follow us on: