ભારત સરકાર દેશમાં વધતી જતી મોંઘવારીને નિયંત્રિત કરવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. જોકે, ખાદ્યપદાર્થોના ભાવમાં થયેલા ઝડપી વધારાને કારણે સામાન્ય જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. મોટાભાગના ઘરોમાં મુખ્ય આહાર ગણાતી કઠોળની કિંમતોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે, સરકાર કઠોળ પરની આયાત જકાત (import duty) ઘટાડવાનું વિચારી શકે છે.

અનાજ કઠોળ પર ઘટાડી શકે છે આયાત કર 

જોકે સરકારે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે જાહેરાત કરી નથી, પરંતુ પુરવઠો વધારવા અને વધતા ભાવને અંકુશમાં લેવા માટે ચોક્કસ પ્રકારના કઠોળ પર આયાત કર ઘટાડવા અંગે સક્રિયપણે વિચારણા કરી રહી છે.

pulses

કયા કઠોળ પર આયાત જકાતમાં ઘટાડો થઈ શકે છે?

જો સરકાર આયાત જકાત ઘટાડવાનો નિર્ણય લે છે, તો મસૂરની દાળ અને પીળા વટાણા જેવી જાતોને તેનો લાભ મળી શકે છે. જોકે, ચણાને આ રાહતમાંથી બાકાત રાખવામાં આવી શકે છે. હાલમાં, ભારત મસૂર અને ચણાની આયાત પર 10% કર લાદે છે, જ્યારે પીળા વટાણા પર 30% આયાત જકાત લાગે છે. તેની સરખામણીમાં  (તુવેર) અને અડદની આયાતને માર્ચ 2027 સુધી જકાત-મુક્ત કરવામાં આવી છે.

આ નિર્ણય શા માટે જરૂરી છે?

આ પગલાં અંગે વિચારણા કરવામાં આવી રહી છે કારણ કે આ વર્ષે ચોમાસું અનિયમિત રહ્યું છે, જેનાથી સ્થાનિક કઠોળના ઉત્પાદન પર તેની અસર અંગે ચિંતા ઊભી થઈ છે. કઠોળની ખેતી મોટાભાગે વરસાદ પર આધારિત હોય છે. આ વર્ષે જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે, કઠોળનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યોમાં સામાન્ય કરતાં ૩૦% સુધી ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે.

pulses 1

તહેવારોની મોસમ દરમિયાન વધેલી માંગ

ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન સામાન્ય રીતે કઠોળની માંગમાં વધારો થાય છે. ખાસ કરીને ચણાની માંગ વધુ હોય છે, કારણ કે ઘરો, મિલો અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ અગાઉથી જ તેનો સંગ્રહ કરી લે છે. દેશમાં ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.  ઓગસ્ટમાં તે 5.95 % હતા. કઠોળના ભાવમાં સતત વધારાનું દબાણ જોવા મળી રહ્યું છે. ઓગસ્ટમાં, (તુવેર) અને અડદના ભાવમાં વાર્ષિક ધોરણે અનુક્રમે 5.6% અને 7.4%નો વધારો નોંધાયો હતો.


આ પણ વાંચો:Delhi: ભારતીય પાયલટે 9/11 થતા બચાવી લીધા, કેપ્ટન પર દુનિયાને ગર્વ.. બોલ્યા પીએમ મોદી