ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર હાલમાં ભારતના મહેમાન બન્યા છે. જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારમાં અત્યારે ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. અંબાણીના ફેન પેજ અંબાણી અપડેટ દ્વારા એક વીડિયો શેર કરાયો છે. જેમાં કેપ્શનમાં લખ્યું છે, 'જામનગરમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને તેમના પરિવાર સાથે ગણપતિ પૂજા કરી રહેલા અનંત અને રાધિકા અંબાણી.'

ભક્તિના રંગે રંગાયા જુનિયર ટ્રમ્પ, ભગવાનના લીધા આશીર્વાદ 

આ વીડિયોમાં દેખાય છે કે અનંત અંબાણી સૌથી પહેલા ભગવાન સમક્ષ માથું નમાવી આર્શીવાદ લે છે. અને ત્યારબાદ ટ્રમ્પ જુનિયરની ગર્લફ્રેન્ડ, બેટ્ટીના, પછી ભગવાન ગણેશની મૂર્તિને નમન કરી માથું નમાવી આર્શીવાદ લે છે. ટ્રમ્પ જુનિયર ટૂંક સમયમાં તેમની પાછળ આવે છે અને માથું નમાવે છે. ફૂટેજમાં અનંત અંબાણીની પત્ની, રાધિકા મર્ચન્ટ પણ જોવા મળે છે, જે આખરે ભગવાનના આશીર્વાદ લેવા જાય છે. આ કાર્યક્રમ દરમિયાન, જુઆન કાર્લોસ ટ્રમ્પે સફેદ શર્ટ, પેન્ટ અને ક્રીમ રંગનો કોટ પહેર્યો હતો. તેની ગર્લફ્રેન્ડ બેટ્ટીનાએ લાલ ડ્રેસ પહેર્યો હતો. અનંતે કાળો શર્ટ અને પેન્ટ પહેર્યો હતો, જ્યારે તેની પત્ની રાધિકાએ પીચ રંગનો સૂટ પહેર્યો હતો. 


https://www.instagram.com/reel/DRSOVook6N4/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

કેમ ભારત આવ્યા જુનિયર ટ્રમ્પ

ટ્રમ્પ જુનિયર એક લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા છે. અમેરિકન અબજોપતિના પુત્ર અને એલિઝાબેથના લગ્ન થઈ રહ્યા છે. 21 નવેમ્બરના રોજ ઉદયપુરમાં આ લગ્ન ભવ્ય ઉજવણી થશે. જેને લઈને હાલમાં વિદેશી VIP મહેમાનો પણ જગ મંદિર પેલેસ અને સિટી પેલેસમાં પહોંચી રહ્યા છે. ટ્રમ્પ જુનિયર પણ આ લગ્નમાં હાજરી આપશે. 21 અને 22 નવેમ્બરના રોજ યોજાનાર આ ભવ્ય લગ્ન ઉદયપુરના જગ મંદિર પેલેસ અને સિટી પેલેસના માનક ચોકને શાનદાર રીતે શણગારવામાં આવી રહ્યો છે.