10. 55 AM : જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનમાં પંજાબી બાગના એસીપી જય પ્રકાશને ગંભીર ઇજા પહોંચી. આ ઘટનાને લઈને તેમણે જણાવ્યું હતું કે જયારે તેમણે સંસદ માર્ગ તરફ આગળ વધતા વિરોધીઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના પર પ્રદર્શનકારીઓએ પાણીની બોટલો અને પથ્થરો ફેંક્યા હતા. આ હુમલામાં તેમને પથ્થર કપાળ પર વાગતા ઇજા પહોંચી. તેઓ હાલમાં આરએમએલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
10. 45 AM : ઝારખંડની રાજધાની રાંચીમાં કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાના આહ્વાન પહેલા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ભાજપ રાજ્ય કાર્યાલયની બહાર મોટી પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે.
10. 35 AM : પેપર લીકના કેસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા, સીજેપીના નેતા આશુતોષ રંકાએ કહ્યું કે સરકાર ફક્ત લક્ષણોની સારવાર કરી રહી છે, રોગની નહીં. તેમણે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો.
10. 25 AM : પેપર લીકના કેસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપનાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ, ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે જણાવ્યું હતું કે NEET મુદ્દા પર ગૃહમાં ચર્ચા થાય તે પહેલાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે તેમના રાજીનામા વિના કોઈ ચર્ચા થશે નહીં.
10. 15 AM : નીટ પેપર લીક મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે મોટી જાહેરાત કરી. પીએમ મોદીએ ટવીટમાં કહ્યું કે આ મામલે ફાસ્ટ ટ્રેકમાં સુનાવણી થશે. તેમની આ મહત્વની જાહેરાત પર વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પલટવાર કરતા પ્રહાર કર્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર અડગ રહ્યા. સાથે વિદ્યાર્થીઓએ કરેલ 3 માગણીઓ પૂર્ણ કરવાનો પુનરોચ્ચાર કર્યો.
ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજની સરકારને ભાવુક અપીલ
9. 55 AM : નીટ પેપર લીક મામલે ક્રિકેટ જગતના દિગ્ગજ યુવરાજ સિંહ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા. ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજે સરકાર અને CJP પ્રોટેસ્ટ કરતા પ્રદર્શનકારીઓને આ મામલે શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અપીલ કરી. આ સાથે જ યુવીએ કહ્યું કે સોનમ વાંગચુકને અનશન સમાપ્ત કરવા વિનંતી કરી. દેશના ભવિષ્ય માટે આપ્યો ખાસ સંદેશ આપતા કહ્યું કે દરેક વિદ્યાર્થીને સુરક્ષિત વાતાવરણમાં ભણવાનો અધિકાર છે તેથી આ મામલાનો એકસાથે આવી શાંતિપૂર્ણ લાવવા પ્રયાસ કરવો જોઈએ.
વિદ્યાર્થીઓના સપોર્ટમાં સલમાન ખાન
9.30 AM : જંતર મંતર પર પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવ્યા સલમાન ખાન. બોલીવુડ અભિનેતાએ NEET પેપર લીક મામલે વિરોધ કરતા વિદ્યાર્થીઓના આંદોલનને લઈને એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેમણે નીટ પેપર લીક વિરોધ પ્રદર્શન મુદ્દે રાજકારણ ના થવું જોઈએ તેવી અપીલ કરી. તેમજ શાંતિપૂર્ણ આંદોલને હિંસક સ્વરૂપ લેવા પર દુઃખ વ્યક્ત કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટવીટ, ફાસ્ટ ટ્રેકમાં કેસની સુનાવણી
9.17 AM : NEET પેપર લીક મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કર્યું કે NEET પેપર લીક મામલે સરકાર ગંભીર છે. આ મામલે ફાસ્ટ ટ્રેકમાં સુનાવણી કરવામાં આવશે. આ સાથે જ જંતર મંતર પર વિરોધ કરતા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને શાંત રહેવા અપીલ પણ કરી.
PM Modi On Neet Paper Leak: પેપરલીકની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, PM Modiએ કર્યુ ટ્વિટ
જંતર-મંતર પાસે પ્રદર્શનકારીઓએ પથ્થરમારો
9.11 AM : ગઈકાલે રાત્રે જંતર-મંતર પાસે પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા બે સહાયક પોલીસ કમિશનર (એસીપી) અને ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસના નિવેદનમાં જણાવાયું છે કે પહેલી ઘટનામાં, સાંજે લગભગ 4:30 વાગ્યે, પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો અને એક પથ્થર એસીપી જય પ્રકાશના કપાળ પર વાગ્યો હતો, જેનાથી તેઓ ઘાયલ થયા હતા. તેઓ હાલમાં પંજાબી બાગ સબડિવિઝનમાં તૈનાત છે.
9.00 AM: 'ઉશ્કેરશો નહીં, શાંતિ આપણી તાકાત છે', અભિજીત દીપક
પ્રદર્શનકારીઓને સંબોધતા અભિજીત દિપક્કે જણાવ્યું હતું કે, "આપણે અહીં સંપૂર્ણ શાંતિથી રહેવું પડશે. ભાજપ કેટલાક ગુંડાઓ મોકલીને તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે, પરંતુ તમારે કોઈ પણ સંજોગોમાં ઉશ્કેરાવું નહીં. આપણે શાંતિથી બેસવાનું છે. આપણી સૌથી મોટી શક્તિ શાંતિ અને અહિંસા છે." આંદોલનની સફળતા પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું કે આ વિરોધ પ્રદર્શન છેલ્લા એક મહિનાથી સતત ચાલી રહ્યું છે, કારણ કે તેનો પાયો શાંતિ અને અહિંસાના સિદ્ધાંતો પર રચાયો છે. ભવિષ્યમાં પણ આ આંદોલન આ જ અહિંસક માર્ગે આગળ વધશે.
8.30 AM: ચોમાસુ સત્ર NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠક
ભાજપ સંસદીય દળે એક નિર્દેશ જારી કરીને બધા NDA સાંસદોને (મંત્રીઓ સિવાય) ગુરુવારે સવારે 10:30 વાગ્યે સંસદ ભવનના મકર દ્વાર પર ભેગા થવા કહ્યું છે. આ નિર્દેશ અત્યંત મહત્વપૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે અને તેનું તાત્કાલિક અસરથી પાલન કરવું આવશ્યક છે.
પથ્થર મારાની ઘટનામાં અભિજીત દીપકે ભાજપર ઠીકરું ફોડયું
ગઈકાલે રાત્રે ફરી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અન્ય એક એસીપીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પહેલા આરએમએલ હોસ્પિટલ અને પછી એઈમ્સ લઈ જવામાં આવ્યા હતા. અભિજીત દિપકેએ પથ્થરમારા પાછળ પોલીસ-ભાજપનું કાવતરું હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ પથ્થરો લાવે છે અને ભાજપના સભ્યો ફેંકે છે. તેમણે કહ્યું, "ભાજપના સભ્યો જ પથ્થરમારો કરી રહ્યા છે. પોલીસ અહીં પથ્થરોથી ભરેલી ટ્રકો ઉભી રાખે છે, અને ભાજપના ગુંડાઓ આવીને પથ્થરમારો કરે છે, અને પછી તે વંદો જનતા પાર્ટીના સભ્યોને બદનામ કરે છે."
સીલમપુરના કુખ્યાત ગુનેગાર હાજી અફઝલની હાજરીથી રાજકીય ગરમાવો
NEET પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શનમાં દિલ્હીના સીલમપુરના કુખ્યાત ગુનેગાર હાજી અફઝલની હાજરી સામે આવતા નવો વિવાદ ઊભો થયો છે.
20 જુલાઈની સંસદ માર્ચ અને પોલીસ સાથે અથડામણ
સોનમ વાંગચુકના નેતૃત્વ હેઠળ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા છેલ્લા ૨૫ દિવસથી જંતર-મંતર પર ધરણાં આપવામાં આવી રહ્યા છે. ૨૦ જુલાઈના રોજ CJP દ્વારા જંતર-મંતરથી સંસદ સુધી માર્ચનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. પ્રદર્શનકારીઓને સંસદ તરફ જતા રોકવા માટે પોલીસે બેરિકેડિંગ કર્યું હતું, જેના લીધે પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
સંવેદનશીલ વિરોધમાં ગુનેગારની હાજરી
આ જ વિરોધ પ્રદર્શનમાં સીલમપુરનો હિસ્ટ્રીશીટર અને કુખ્યાત ગુનેગાર હાજી અફઝલ પણ તેના સમર્થકો સાથે જોવા મળ્યો હતો. અફઝલ સામે MCOCA અને હત્યાના પ્રયાસ સહિત અનેક ગંભીર કેસો નોંધાયેલા છે અને તે હાલ જામીન પર બહાર છે. હાજી અફઝલે પોતે સફેદ પોશાકમાં પોતાના સાથીઓ સાથે જંતર-મંતર પર સૂત્રોચ્ચાર કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. નોંધનીય છે કે હાજી અફઝલની પત્ની સીલમપુર વિસ્તારમાંથી આમ આદમી પાર્ટી (AAP)ની મ્યુનિસિપલ કાઉન્સિલર (કોર્પોરેટર) છે.
AAPનું સમર્થન અને સોનમ વાંગચુકની તબિયત
આમ આદમી પાર્ટી આ આંદોલનને પ્રથમ દિવસથી જ સમર્થન આપી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, આતિશી, સૌરભ ભારદ્વાજ અને ગોપાલ રાય જેવા વરિષ્ઠ નેતાઓએ જંતર-મંતરની મુલાકાત લીધી હતી. ૨૦ જુલાઈના લાઠીચાર્જ બાદ કેજરીવાલે હોસ્પિટલમાં જઈને ઘાયલોની મુલાકાત પણ લીધી હતી. અફઝલની હાજરીને તેના રાજકીય કદને મજબૂત કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે. બીજી તરફ, લાંબા આંદોલનને કારણે સોનમ વાંગચુકની તબિયત લથડતાં દિલ્હી પોલીસે તેમને વિરોધ સ્થળ પરથી હટાવીને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ હવે તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
