બુધવાર સંસદના ચોમાસુ સત્રનો આઠમો દિવસ છે. પેપર લીકને રોકવાના ઉદ્દેશ્યથી રજૂ કરાયેલ જાહેર પરીક્ષા (અયોગ્ય માધ્યમોનું નિવારણ) સુધારા બિલ, 2026, આજે લોકસભામાં મતદાન માટે મૂકવામાં આવશે. વધુમાં, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પેપર લીક વિરોધી બિલ અંગે ગૃહમાં બોલી રહ્યા છે. 

લોકસભાની કાર્યવાહી ફરીથી સ્થગિત થઇ ગઇ છે 

ફરી એકવાર લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે

જોરદાર હંગામા વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત, બપોરે 2:30 વાગ્યે ફરી મળશે બેઠક

લોકસભામાં જોરદાર હંગામા વચ્ચે સ્પીકરે કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. સ્પીકરે જણાવ્યું કે "સદનની અંદર આવી રીતે કાર્યવાહી ચાલી શકે નહીં. સદનના તમામ નિયમો અને પ્રક્રિયાઓ સભ્યોએ મળીને નક્કી કરી છે. સદનની સારી પરંપરાઓ જળવાઈ રહે તે જરૂરી છે. તમામ સભ્યો નિયમો અને પ્રક્રિયા અનુસાર સદનનો ઉપયોગ કરે તેવી મારી અપેક્ષા છે.

સ્પીકરે ત્યારબાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2:30 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી. હંગામાના કારણે સદનની કાર્યવાહી નિયમિત રીતે આગળ વધી શકી નહોતી.

રાહુલ ગાંધી માફી માગે નહી તો આરોપ સાબિત કરે - કિરેન રિજિજુ

રાહુલ ગાંધીએ કહ્યું કે પોલીસ એક્શનનો આદેશ ગૃહમંત્રાલયનો હતા. ફોર્સને આદેશ ગૃહમંત્રાલય આપે છે. આવા આરોપ બાદ ગૃહમાં હોબાળો થયો. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે ગોળી ચલાવવાનો આદેશ કોણે આપ્યો. ઓર્ડરની કોપી બતાવો.  આ અંગે સ્પીકરે ટિપ્પણી કરી કે કોઇની પર તમે આ રીતે આરોપ લગાવી ન શકો. સદન નિયમોને આધારે ચાલશે.

પેલેટ ગન ચલાવવાનો આદેશ કોણે આપ્યો? - રાહુલ ગાંધી 

રાહુલગાંધીએ લોકસભામાં ગૃહમંત્રી ગેરહાજર હોવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે  ભારતના ભવિષ્યની છાતીમાં પેલેટ ગન ચલાવી. કોના આદેશથી પેલેટ ગન ચલાવી. આ નિવેદનને લઇને બંને પક્ષો વચ્ચે હોબાળો થયો.  કિરણ રિજિજુએ કહ્યું કે તમે ગંભીર અને ખોટો આરોપ લગાવ્યો છે. તમારે આ બાબતે ખેદ વ્યક્ત કરવો જોઇએ. તો અખિલેશ યાદવે કહ્યું કે રાહુલ ગાંધીના આરોપ પર સરકારે જવાબ આપવો જોઇએ. નામ લઇને રાહુલ ગાંધીએ આરોપો કરતા હોબાળો થયો.  

શિક્ષા વ્યવસ્થા પર RSSનો કબ્જો- રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે તમામ વાઇસ ચાન્સલર આરએસએસના હતા. આરએસએસ વિદ્યાર્થીઓને અંધભક્ત બનાવવા માગે છે. શિક્ષણ મંત્રાલય આરએસએસ ચલાવે છે.  ધર્મેન્દ્ર પ્રધાન તો માત્ર મ્હોરુ હતા.

https://twitter.com/ANI/status/2082375804743541048

'અંધભક્ત'ને લઇને લોકસભામાં હોબાળો

 રાહુલગાંધીએ 3 કેટેગરીના માણસો વિશે વાત કરી. જેમાં એક કેટેગરીમાં અંધભક્તનો શબ્દ પ્રયોગ કર્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે અંધભક્તોને કઇ શ્રેણીમાં રાખવા જોઇએ. મૂર્ખને ભગવાન માને છે અંધભક્ત. આ નિવેદન પર લોકસભામાં હોબાળો થયો, સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે રાહુલ ગાંધી આવા શબ્દોનો પ્રયોગ ન કરી શકે તેઓ અસંસદીય ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. 

https://twitter.com/ANI/status/2082375809629888520

યુવાનોનું સન્માન કરવું જોઈએ – રાહુલ ગાંધી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પેપર લીક વિરોધી બિલ પર બોલી રહ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય રસ્તા પર ઉતરી ગયું છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભાજપમાં રહેલા લોકોએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે શું ખોટું થયું છે. વિરોધ પ્રદર્શનોમાં કોઈ ગુસ્સો કે દ્વેષ નહોતો.  દેશના યુવાનો આદરને પાત્ર છે. વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેઓ આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ સમજે છે કે દુનિયા બદલાઈ રહી છે અને જ્ઞાન મહત્વપૂર્ણ છે.

https://twitter.com/ANI/status/2082370028368806371

"કોને જવાબદાર ઠેરવવામાં આવશે? : પપ્પુ યાદવ

લોકસભામાં સાંસદ પપ્પુ યાદવે એનટીએને લઇને સવાલ ઉઠાવ્યા છે. પૂર્ણિયાના સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવે જણાવ્યું હતું કે RTI અને ઓડિટ મિકેનિઝમ્સને છેતરપિંડી માટે સંવેદનશીલ સિસ્ટમોથી દૂર રાખવામાં આવ્યા છે. તો પછી, કોને જવાબદાર ઠેરવવામાં આવશે? NTA ચેરમેનને કેમ દૂર કરવામાં આવ્યા નથી? 2018 માં NTA માં લાવવામાં આવેલ વ્યક્તિ અગાઉ મધ્યપ્રદેશ શિક્ષણ વિભાગમાં ઉચ્ચ પદ પર હતો. એવું લાગે છે કે તે વિશ્વનો એકમાત્ર અધિકારી છે પપ્પુ યાદવે નોંધ્યું હતું કે છ થી આઠ કરોડ ફોર્મ ભરવામાં આવે છે; આ પૈસા NTA ને શા માટે આપવામાં આવે છે? આ કોની જવાબદારી છે? તપાસ કોણ કરશે? સંજીવ મુખિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. SIT ની રચના કોણ કરશે? રાજ્યોના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. અમે માંગણી કરીએ છીએ કે પેપર લીકના મુદ્દાને એકલા ન જોવામાં આવે.તમે NTA વિશે કંઈ કહ્યું નથી.

રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત 

રાજ્યસભામાં વિપક્ષના હોબાળાને લઇને સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થહિત કરવામાં આવી. 

https://twitter.com/sansad_tv/status/2082353883557642335

મલ્લિકાર્જુન ખડગે અને જેપી નડ્ડા આમને સામને 

વિરોધીઓ સામે પોલીસ કાર્યવાહીના મુદ્દા પર રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે અને ભાજપના નેતા જે.પી. નડ્ડા વચ્ચે તીવ્ર વાક્યયુદ્ધ થયું. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી જ્યારે જેપી નડ્ડાએ પોલીસ કાર્યવાહીનો બચાવ કર્યો, તેને "સામાન્ય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ" ગણાવી. 

 નવા શિક્ષણમંત્રી વિશે જે કહ્યું કે સત્ય હતું- પ્રિયંકા ગાંધી 

પ્રહલાદ જોશી પરની તેમની ટિપ્પણી પર, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા કહે છે, તેમાં શું બિનસંસદીય હતું? તે ફક્ત સત્ય હતું. જો તેઓ મને સત્ય બોલવા બદલ સજા કરવા માંગતા હોય તો - સારું, હું સત્ય બોલીશ. તમે જોયું છે કે વિડિઓઝ છે - અને તે ફક્ત આ ઘટના નથી. મેંગલોર પબમાં મહિલાઓ પર હુમલામાં સામેલ માણસને કોણે ભાજપમાં સામેલ કર્યો? આ કોએ એક જ ઘટના નથી, પરંતુ તે મહિલાઓ પ્રત્યેના તેમના વલણને પ્રતિબિંબિત કરે છે..

https://twitter.com/ANI/status/2082343977509077253

ભાજપે કર્યુ વિરોધ પ્રદર્શન 

દિલ્હી: ઝારખંડમાં JPSC અને JSSC સહિતની ભરતી પરીક્ષાઓમાં ગોટાળાના આરોપો પર ભાજપના સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું.

https://twitter.com/ANI/status/2082339748199403563

20-30 મિનિટના ભાષણમાં 5 મિનિટ તો બોલે- કિરેન રિજિજૂ 

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે  આજે, મને અપેક્ષાઓ છે - ખાસ કરીને રાહુલ ગાંધી પાસેથી. મને આશા છે કે 20 કે 30 મિનિટના ભાષણમાં, તેઓ ઓછામાં ઓછા 5 મિનિટ બિલ વિશે બોલે. આવા મહત્વપૂર્ણ બિલ પર બોલવાનું ટાળવું યોગ્ય નથી."

https://twitter.com/ANI/status/2082336638374670416

રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો

રાજ્યસભામાં પણ વચ્ચે-વચ્ચે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, જોકે કાર્યવાહી ચાલુ છે. જોન બ્રિટાસે ગઈકાલે સીપીએમ મુખ્યાલય, એકેજી ભવનની પોલીસની મુલાકાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.

https://twitter.com/ANI/status/2082336638374670416

લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો. પરિણામે, કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.


સંસદ સંકુલમાં રામ મંદિર દાન ચોરીનો મુદ્દો ગુંજ્યો

સમાજવાદી પાર્ટીના સાંસદોએ બુધવારે સંસદ સંકુલમાં રામ મંદિર દાન ભંડોળનો મુદ્દો ઉઠાવ્યો. ત્યાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન, સપાના સાંસદોએ "ચંદા ચોર, ગડ્ડી છોડ" (દાન ચોરો, સત્તા પરથી નીચે ઉતરો) જેવા નારા લગાવ્યા.

https://twitter.com/ANI/status/2082338077079671045