ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ચેપ (ચેસ્ટ ઇન્ફેક્શન) થવાને કારણે શુક્રવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં ICUમાં છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

શુક્રવારે સાંજે દાખલ કરવામાં આવ્યા અડવાણીને 

98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે લગભગ 7.30  વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એપોલો હોસ્પિટલે એક હેલ્થ બુલેટિનમાં જણાવ્યું છે કે, ભાજપના આ વરિષ્ઠ નેતાને છાતીમાં ચેપને કારણે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેઓ હાલમાં ICUમાં છે અને ન્યુરોલોજીના વરિષ્ઠ સલાહકાર ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. તેમની સ્થિતિ સ્થિર છે અને તબીબોની એક ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

https://x.com/ANI/status/2111339015756710010?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2111339015756710010%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

હાલમાં કેવી છે અડવાણીની તબિયત ? 

હોસ્પિટલમાં દાખલ થયાના લગભગ એક અઠવાડિયા પહેલા, 7 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મોદીએ અડવાણીના આશીર્વાદ લીધા હતા, કારણ કે તે સમયે તેમણે સરકારમાં નેતૃત્વની ભૂમિકાઓમાં 25 વર્ષ પૂર્ણ કર્યા હતા.


આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર