લોકસભામાં ઓમબિરલા પોતાના પદ પર પરત ફર્યા છે. તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ હતો જેને ફગાવી દેવાયો છે. આ અંગે 2 દિવસ ચર્ચા થઇ. ત્યારે આજે લોકસભામાં બોલતા ઓમ બિરલાએ જણાવ્યું કે આ પદ કોઇ એક વ્યક્તિનું નથી. નિષ્ઠા અને નિષ્પક્ષ થઇને જવાબદારી નિભાવતો રહીશ. મે નિયમો અને પ્રક્રિયાનું ધ્યાન રાખ્યું છે. અમે સદનને નિયમોથી ચલાવવાનો જ પ્રયાસ કર્યો છે. નિયમથી વિશેષ કંઇ જ નથી.
સદનના દરેક સભ્ય માટે નિયમ સમાન
સ્પીકરે માઇક બંધ કરવાને લઇને વિપક્ષના આરોપનો જવાબ આપતા કહ્યું કે સદનમાં ચેર પાસે માઇક બંધ કરવાનું બટન હોતુ નથી. તેમણે કહ્યું કે મેં મહિલા સભ્યોને બોલવાની પ્રાથમિકતા આપી છે. કેટલીક મહિલાઓ સત્તા પક્ષ તરફ જતી રહી. મે પીએમ ને સદનમાં આવતા રોક્યા. કેટલીક મહિલાઓ વેલ સુધી આવી ગઇ હતી. પીએમ પણ નિયમ અનુસાર જ બોલે છે. કોઇ પણ વિષય પર બોલવુ તે વિશેષાધિકાર નથી. જેને બોલવાની અનુમતિ છે તેમનું માઇક ઓન જ હોય છે.










