ભગવાન રામનું 286 કિલો વજનનું 'કોદંડ' ધનુષ અયોધ્યા પહોંચ્યું, જાણો આ દિવ્ય શસ્ત્રનું ધાર્મિક મહત્વ

અયોધ્યા ગૌરવશાળી ક્ષણનું સાક્ષી બન્યું. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય શસ્ત્રની થઈ પધરામણી, જાણો ઓડિશાથી આવેલા 286 કિલોના 'કોદંડ' ધનુષની ગાથા

ભગવાન રામનું ધનુષ 'કોદંડ'

1/9અયોધ્યા પહોંચ્યુ ભગવાન રામનું દિવ્ય ધનુષ કોદંડ

3 જાન્યુઆરીએ ઓડિશાથી નીકળે દિવ્ય 'કોદંડ' ધનુષ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા પહોંચી ગયું છે. અયોધ્યા ગૌરવશાળી ક્ષણનું સાક્ષી બન્યું. 286 કિલોગ્રામના વજનનું ભગવાન રામનું દિવ્ય ધનુષ 'કોદંડ' રામનગરી પહોંચ્યું. ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતની ધરોહર સમાન આ ધનુષ રામ નગરી પહોંચતા અયોધ્યાની શોભામાં વધારો કર્યો છે. ભગવાન રામના ધનુષ 'કોદંડ'નું જાણો મહત્વ.

2/9અયોધ્યા મંદિર

22 જાન્યુઆરીનો દિવસ અયોધ્યા વાસીઓ અને ભગવાન રામના ભક્તો માટે ખૂબ જ ખાસ બન્યો. શ્રી રામ જન્મભૂમિ મંદિરના અભિષેકની બીજી વર્ષગાંઠ પર, અયોધ્યાને એક કિંમતી ભેટ મળી. આ ભેટ 286 કિલોગ્રામ વજનનો ભવ્ય કોદંડ છે.

3/9અયોધ્ય પહોંચ્યું કોદંડ ધનુષ

રામ નગરી પહોંચ્યુ ભગવાન રામનું દિવ્ય ધનુષ કોદંડ. શાસ્ત્રો અને પુરાણોમાં પણ ઉલ્લેખ કરાયો છે કે કોદંડ ભગવાન રામનું ધનુષ છે, અને ભગવાન શ્રી રામે આ કોદંડ ધનુષનો વનવાસ દરમિયાન અને યુદ્ધમાં ઉપયોગ કર્યો હતો.

4/9ભગવાન રામનું ધનુષ

પાંચ ધાતુઓથી બનેલો આ ધનુષ્ય ઓડિશાથી ભવ્ય શોભાયાત્રામાં અયોધ્યા પહોંચ્યો. મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે તેને યોગ્ય વિધિઓ સાથે સ્વીકાર્યો. હજારો ભક્તો, સંતો અને ટ્રસ્ટના અધિકારીઓ હાજર હતા. તેની ભવ્યતા અને દિવ્યતાથી દરેક વ્યક્તિ અભિભૂત થઈ ગયા.

5/9ભગવાન રામ કોદંડધારી

આ કોંદડ માત્ર ધનુષ્ય નથી, પરંતુ ભગવાન શ્રી રામની બહાદુરી, ધર્મ અને ગૌરવનું પ્રતીક છે. તે શ્રદ્ધા, ભારતીય કારીગરી, દેશભક્તિ અને મહિલા સશક્તિકરણનું અદ્ભુત મિશ્રણ છે. ઓડિશાના સનાતન જાગરણ મંચે તેને રામ લલ્લાને સમર્પિત કર્યું .

6/9વિશ્વકર્માએ બનાવયું કોદંડ ધનુષ

પૌરાણિક કથાઓ અનુસાર 'કોદંડ' ધનુષ વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું, એવી માન્યતા છે કે કોદંડ ધનુષથી છૂટેલું બાણ ક્યારેય નિષ્ફળ જતું નથી, તે લક્ષ્યને વીંધીને જ પાછું ફરે છે.

7/9રામે રાવણનો વધ કર્યો

વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસના રામચરિતમાનસમાં કોદંડનો ઉલ્લેખ છે. ભગવાન રામે આ ધનુષથી જ રાવણનો વધ કર્યો હતો. આ ધનુષ શક્તિ, ન્યાય અને અધર્મ પર ન્યાયના વિજયનું પ્રતીક છે.

8/9રામના હાથમાં ધનુષ

ભગવાન રામને કોદંડધારી કહેવામાં આવે છે. 'કોદંડ' શબ્દ બે શબ્દોના મિશ્રણથી બનેલો હોવાનું મનાય છે, જેમાં 'કો' એટલે કે 'વાંસ' અથવા 'વક્ર' (વળેલું) અને 'દંડ' એટલે કે 'લાકડી' અથવા 'શાસન'.

9/9રામ મંદિરમાં કોદંડ ધનુષ અર્પણ

ઓડિશાથી અયોધ્યા લાવવામાં આવેલ 'કોદંડ'ને પહેલા 'કારસેવકપુરમ' ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કાર્યાલયમાં રાખવામાં આવ્યું હતું અને બાદમાં તેને રામ મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવ્યું હતું. આ કોદંડ ધનુષને રામલ્લાને ભેટમાં અર્પણ કરાયું.

Gallery Ads