મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક ચિત્તાના બચ્ચાનું મોત થયું છે. ચિત્તા પરિયોજનાના ફિલ્ડ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ રવિવારે સાંજે લગભગ 6.30 વાગ્યે 20 મહિનાના માદા ચિત્તાનું મોત થયું છે. આ ચિત્તાને 21 ફેબ્રુઆરી 2025ના રોજ તેની માતા અને ત્રણ ભાઈ-બહેનો સાથે જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.


હાલમાં કૂનોમાં 25 ચિત્તા હાજર છે

એક મહિના પહેલા જ તેને માતાનો સાથ છોડી દીધો હતો અને તાજેત્તરમાં જ પોતાના ભાઈ-બહેનોથી પણ અલગ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં તેની મોતનું કારણ ચિત્તા સાથેની અથડામણ હોવાનું માનવામાં આવે છે. તેમને કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. હાલમાં કૂનોમાં 25 ચિત્તા હાજર છે, જેમાં 9 પુખ્ત વયના (6 માદા અને 3 નર) અને ભારતમાં જન્મેલા 16 દીપડાનો સમાવેશ થાય છે. બાકીના દીપડા સ્વસ્થ હોવાનું કહેવાય છે.

અધિકારી સતત ગતિવિધિઓ પર રાખી રહ્યા છે નજર

ચિત્તા પરિયોજના સાથે જોડાયેલા અધિકારી સતત તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. મેનેજમેન્ટનું કહેવું છે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને સમજવા અને સારી રણનીતિ તૈયાર કરવા માટે તેમની પર નજર રહેશે. તમને જણાવી દઈએ કે કૂનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશના શ્યોપુર અને મુરેના જિલ્લાની સરહદ પર સ્થિત છે. આ પાર્ક દેશના મહત્વપૂર્ણ વન્યજીવ અભયારણ્યોમાં ગણવામાં આવે છે અને વિશેષ રીતે ચિતા પુનવર્સન પરિયોજનાના કારણે હાલના વર્ષોમાં ચર્ચામાં રહ્યું છે. તેનું ક્ષેત્રફળ લગભગ 748 વર્ગ કિલોમીટર છે અને તેને 2018માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે.

કેવી રીતે પડ્યું નામ?

કુનો નામ અહીંથી વહેતી કુનો નદીના કારણે પડ્યું છે. આ વિસ્તાર અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતમાળાઓ વચ્ચે ફેલાયેલો છે અને અહીંનો ભૂપ્રદેશ ડુંગરાળ, ઝાડીઓ અને ઘાસવાળો છે. આ ઉદ્યાનનું વાતાવરણ સુકા પાનખર વન તરીકે ઓળખાય છે. જ્યાં સાલ, ખૈર, સાજા, વાંસ અને મહુઆ જેવા વૃક્ષો અને છોડ જોવા મળે છે. અહીં ઘણા દુર્લભ અને લુપ્તપ્રાય પ્રાણીઓ પણ જોવા મળે છે. દીપડો, રીંછ, જંગલી કૂતરો, હાયના, સાંભર, નીલગાય અને ચિંકારા તેમાં મુખ્ય છે.

  • Follow us on: