પન્નામાં નિર્માણાધીન કૂવો ધસ્યા બાદ બચાવ કામગીરી પુર ઝડપે ચાલી રહી છે
બચાવકામગીરી શરુ
મધ્યપ્રદેશના પન્નાના અજયગઢ તહસીલ હેઠળના બિહારપુરવા ગ્રામ પંચાયતમાં કૂવાના ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. કૂવો તૂટી પડતાં પાંચ કામદારો દટાયા હતા. જેમાંથી એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે ચાર શ્રમિકને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કૂવામાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે બચાવ ટીમો જેસીબીનો ઉપયોગ કરીને ઝડપી ગતિએ કામ કરી રહી છે.
10 દિવસથી ચાલી રહ્યું હતું બાંધકામ
અજયગઢ જિલ્લાના બિહારપુરવા ગામના નયાપુરવામાં બિન્નુ અહિરવારના ખેતરમાં છેલ્લા 10 દિવસથી કૂવાનું બાંધકામ ચાલી રહ્યું હતું. સવારે 11 વાગ્યાની આસપાસ, કૂવો અચાનક તૂટી પડતા તેમાં માટી ભરાઈ હતી. અકસ્માત સમયે, પાંચ શ્રમિક કૂવામાં કામ કરી રહ્યા હતા. જ્યારે બે શ્રમિક પાણી પીવા માટે ઉપર આવ્યા હતા. અકસ્માતમાં ચુન્નુ યાદવ, રાજકુમાર યાદવ, આશિષ યાદવ અને ચુનવડ પાલ સહિત પાંચ શ્રમિક કાટમાળ નીચે દટાયા હતા.
એક મૃતદેહ બહાર કઢાયો
બચાવ કામગીરી દરમિયાન રાજકુમાર યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માતની માહિતી મળતાં, વહીવટી ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. સ્થાનિક ગ્રામજનો પણ બચાવ કાર્યમાં જોડાયા છે. જમીન ધસી પડવાથી બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. ઘટનાસ્થળે JCBનો ઉપયોગ કરીને માટી દૂર કરવામાં આવી રહી છે. કાટમાળ દૂર કરવા અને મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચોઃ Delhi જિમખાના ખાલી કરાવવાના આદેશ પર HCની લાલઆંખ, કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ
