50 વર્ષ જુનો જર્જરિત પુલ દુર્ઘટનામાં એમપીઆરડીસીની મોટી બેદરકારી સામે આવી છે.

તંત્રની બેદરકારી અને જનતાને નુકસાન

રાયસેન જિલ્લાના બરેલીમાં નયાગાંવ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં 4 બાઇક નદીમાં ખાબકી હતી. અને 10 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તુરંત હૉસ્પિટલ લઇ જવાયા હતા. પુલની નીચે કામ કરી રહેલા શ્રમિકોએ પુલના ભાગને ધરાશાયી થતો જોતા ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. જર્જરિત પુલ પર માર્ગ નિર્માણનું કામ કરવામાં આવી રહ્યુ હતુ. આ દુર્ઘટનામાં એમપીઆરડીસીની મોટી બેદરકારી સામે આવી છે.

રિપેરકામ દરમિયાન તૂટ્યો પુલનો ભાગ

રાયસેન જિલ્લાના બરેલીમાં નયાગાંવ પુલનો એક ભાગ બપોરે 1 વાગ્યાની આસપાસ ધરાશાયી થયો હતો. એમપીઆરડીસી દ્વારા તેનું રિપેરકામ ચાલી રહ્યુ હતુ. અને તે દરમિયાન જ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. પુલ પર સવાર થઇ રહેલા વાહનો નીચે નદીમાં ખાબક્યા હતા. 10 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યુ ?

પ્રત્યક્ષદર્શીઓએ કહ્યુ હતુ કે, આ દુર્ઘટનામાં અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘાયલોને સ્થાનિકોએ પાણીની બહાર કાઢ્યા હતા. બે યુવક, એક યુવતી અને એક અન્ય વ્યક્તિ સામેલ છે. તમામ ઘાયલોને રાયસેન જિલ્લા હૉસ્પિટલ લઇ ગયા હતા.

આ પણ વાંચોઃ World Most Expensive Gems and Diamonds: દુનિયાના એવા રત્નો જે તેમની કિંમત અને દુર્લભતાના કારણે બન્યા ચર્ચાનો વિષય, જાણો કયા છે આ કિંમતી પથ્થરો?