'મહાદેવ' ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઇ દ્વારા 6 રાજ્યોના 33 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ સાથે સંકળાયેલા 'પેનલ ઓપરેટરો'ના સ્થળોને નિશાન બનાવીને પાડવામાં આવ્યા હતા.
'મહાદેવ' ઓનલાઇન સટ્ટાબાજી એપ કેસમાં સીબીઆઇના દરોડા
સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી સૌરભ ચંદ્રાકરની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે. સૌરભ ચંદ્રાકર આ કેસનો મુખ્ય આરોપી અને એપનો મુખ્ય પ્રમોટર છે, જેને ઓમાનથી ભારત લાવવામાં આવ્યો હતો.
