મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઓછામાં ઓછા એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી હતી. તેમની આ અપીલને દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે દેશમાં જ ખર્ચ વધવાથી સ્થાનિક અર્થતંત્રને ફાયદો થશે.
https://twitter.com/ShelarAshish/status/2053802161407193120
શું કહ્યું આશિષ સેલારે?
આ વચ્ચે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું એક પ્રતિનિધિમંડળ (ડેલિગેશન) કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું હતું, પરંતુ હવે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક કાર્યમંત્રી આશિષ સેલારે આ નિર્ણયની જાણકારી આપી છે. આશિષ શેલારે જણાવ્યું કે વડાપ્રધાન મોદીની અપીલને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ માનવામાં આવ્યું છે અને તેથી કેન્સ ફેસ્ટિવલનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે ફેસ્ટિવલમાં ભાગ લેનારી મરાઠી ફિલ્મ અને સંબંધિત સહયોગ માટે જરૂરી ટીમ હાજર રહેશે.
13 મેથી કાન્સ ફેસ્ટિવલ થશે શરૂ
તેમણે વધુમાં જણાવ્યું કે વિભાગીય ખર્ચ ઘટાડવા માટે હવે ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરવામાં આવશે અને જરૂરી બેઠકોને વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવશે. તેમણે તમામને સંયમપૂર્વક સંસાધનોનો ઉપયોગ કરીને દેશહિતમાં યોગદાન આપવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રાન્સના કેન્સ શહેરમાં યોજાય છે. આ વર્ષે આ મહોત્સવ 13 મેથી શરૂ થયો છે અને 24 મે સુધી ચાલશે, જેમાં વિશ્વભરના ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લે છે.
આ પણ વાંચો : Madhya Pradesh News: છિંદવાડા જિલ્લા જેલ બની શિક્ષણનું કેન્દ્ર, કેદીઓએ પરીક્ષાઓમાં મેળવ્યુ સારુ પરિણામ