મહારાષ્ટ્ર વિધાનસભામાં ગુરુવારે સાંજે મોનસુન સત્ર દરમિયાન લોબીમાં થયેલી મારપીટના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ઘટનામાં એનસીપી શરદ પવાર ગુટના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશમાં FIR નોંધવામાં આવી હતી. તેના પર સરકારી કામકાજમાં વિક્ષેપ કરવાનો આરોપ છે. 


ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા જીતેન્દ્ર આવ્હાડ વિધાન ભવનની બહાર હતા ત્યારે ગોપીચંદ પડળકરે તેમની કારના દરવાજાને એટલો જોરથી ખોલ્યો કે જીતેન્દ્ર આવ્હાડના પગમાં ઈજા પહોંચી. તેનાથી ગુસ્સે થઈને આવ્હાડના કાર્યકર નીતિન દેશમુખે ગોપીચંદ પડળકરને સામો ઠપકો આપ્યો. તે સમયે પડળકર અને નીતિન દેશમુખ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ ગોપીચંદ પડલકરના કાર્યકરો સતત ફોન અને મેસેજ દ્વારા આવ્હાડને ધમકી આપી રહ્યા છે. અને આજે તેનું માઠુ પરિણામ એ આવ્યું કે પડલકરના કાર્યકરોએ આવ્હાડના કાર્યકર નીતિન દેશમુખ સાથે બાથ ભીડી અને વિધાનસભા પરિસરમાં જ ઝપાઝપી થઈ.

વિધાનસભાના પ્રાંગણમાં ભાજપના MLA ગોપીચંદ પડળકર અને એનસીપીના MLA જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો વચ્ચે ઉગ્ર ભાષામાં બોલાચાલી બાદ અથડામણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આગળના દિવસે વિધાનસભાની બહાર બંને ધારાસભ્યો અને તેમના સમર્થકો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. જે આજની તારીખમાં લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. 

  • Follow us on: