મહારાષ્ટ્ર સરકારે ખાનગી રાઈડ-હેલિંગ કંપનીઓ જેવી કે ઓલા, ઉબેર અને રેપિડોને ટક્કર આપવા માટે સરકારી એપ લાવવાનો નિર્ણય લીધો છે. આ એપની મદદથી લોકો ઓટો, ટેક્સી અને ઇ-બાઈક જેવી સવારી બુકકરી શકશે. સરકારનો ઉદ્દેશ છે કે યાત્રીઓને વધુ સારી અને સસ્તી સેવા મળી શકે.
એપ્લિકેશનું નામ શું હોઈ શકે?
આ સરકારી એપનું નામ જય મહારાષ્ટ્ર, મહા-રાઈડ, મહા-યાત્રી અથવા મહા-ગો હોઈ શકે છે. જોકે, ફાઈનલ નામ અને લોન્ચિંગ હજુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવારની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યુ છે.
યુવાનો માટે રોજગારીનો મોકો
આ એપ સાથે સરકાર એક નવી લોન યોજના પણ લાવશે જેથી બેરોજગાર યુવાનો પોતાનું વાહન ખરીદી શકે અને આ એપ સાથે જોડાઈ શકે. એટલે કે બાઇક લેવા સરકાર યુવાનોને ફક્ત 10% વ્યાજદર પર લોન આપશે. આનાથી બેરોજગાર યુવાનોને રોજગારી પણ મળી રહેશે.
એપ્લિકેશન ક્યારે લોન્ચ થશે?
એપ્લિકેશનને લઇને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એપ સંબંધિત અંતિમ સમીક્ષા બેઠક 5 ઓગસ્ટે યોજાવાની છે.બેઠકમાં અનેક એક્સપર્ટ અધિકારીઓ ભાગ લેશે. ત્યાર બાદ આ એપ લોન્ચ કરાશે. એટલે કે મહારાષ્ટ્રમાં સરકારની પોતાની એપ્લિકેશન હશે. જે લોકો સસ્તા દરે રાઇડ કરી શકે.