મહારાષ્ટ્રના સોલાપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાસ્થળના ફોટામાં વિમાન રનવે પર આગળ તરફ નમેલું દેખાય છે.
મામલાની તપાસ શરુ
મહારાષ્ટ્રના સોલાપુર એરપોર્ટ પરથી ઉડાન ભરવાની તૈયારી કરી રહેલું એક તાલીમ વિમાન અચાનક રનવે પરથી લપસી ગયું હતુ. ટેકઓફ દરમિયાન વિમાન પાકા રનવે પરથી ખસી ગયું અને લેન્ડ થયું હતુ. ઘટના સમયે એક મહિલા તાલીમાર્થી પાયલટ વિમાન ઉડાડી રહી હતી. સદનસીબે, મહિલા પાયલટ આ ઘટનામાં બચી ગઈ હતી. જેમાં તાલીમ વિમાન રનવે પર આગળ નમેલું દેખાય છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.
અધિકારીઓએ શું કહ્યુ ?
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, સોલાપુર એરપોર્ટ પર ઉડાન ભરવાની કોશિશ દરમિયાન આ પ્રશિક્ષણ વિમાન રનવેથી ભટકી ગયું હતું. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં પ્લેન રનવે પર આગળની તરફ ઝૂકેલું નજરે પડે છે. પ્લેન રનવેથી કેવી રીતે ફિસલ્યું તેની સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સદ્ભાગ્યે કોઈ જાનહાનિ ન થવાથી મોટી ઘટના ટળી હતી.
આ પણ વાંચોઃ Britainની Nuclear Sites પર Iranના હુમલાનો ખતરો, ગુપ્તચર રિપોર્ટ બાદ સુરક્ષામાં કરાયો વધારો
