મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા. તેમની મુલાકાત બાદ એવી અટકળો તેજ બની કે તેઓનું સીએમ પદ જઇ શકે છે. મહારાષ્ટ્રમાં કંઇક નવા જૂની થવાની છે.પરંતુ આ બધા વચ્ચે  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય મંત્રી બનવાની અટકળોને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના લોકો દ્વારા ચૂંટાયા છે અને તેમની પ્રાથમિકતા રાજ્ય પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવવાની છે.

હું મહારાષ્ટ્રમાં જ છું અને રહીશ- દેવેન્દ્ર ફડણવીસ 

સીએમ ફડણવીસે કહ્યું કે લોકો ગમે તેટલી અટકળો કરવા, વિચારો ફેલાવવા અને અફવાઓ ફેલાવવા માટે સ્વતંત્ર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના લોકો દ્વારા ચૂંટાયા છે અને નેતા નરેન્દ્ર મોદી દ્વારા તેમને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે, અને તેઓ તે ફરજ નિભાવતા રહેવાનો ઇરાદો ધરાવે છે. દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં છે, મહારાષ્ટ્રમાં છે, અને મહારાષ્ટ્રમાં જ રહેશે.

તો પીએમ મોદી સાથે બેઠકમાં શું થઇ ચર્ચા ? 

ત્યારે સીએમ ફડણવીસના નિવેદન બાદ એ વાત તો સ્પષ્ટ છે કે તેઓ કેન્દ્રીય મંત્રી બનવા અંગેની અટકળો હતો તે ખોટી છે. ફડણવીસે ઉલ્લેખ કર્યો હતો કે તેઓ આજે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બેઠક દરમિયાન, તેઓએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી અને આગામી પ્રોજેક્ટ્સ અંગે કેન્દ્ર સરકાર સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

https://twitter.com/Dev_Fadnavis/status/2089284515047026753

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે મુલાકાત

તેમણે નોંધ્યું હતું કે ગ્રામીણ વિકાસ, મુંબઈ મેટ્રો, રેલ્વે, એરપોર્ટ, બંદરો અને માર્ગ બાંધકામ સહિત મહારાષ્ટ્રને લગતા અનેક મોટા પ્રોજેક્ટ્સ પર ચર્ચા થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ તેમને મહારાષ્ટ્ર માટે શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. ફડણવીસે ઉમેર્યું કે તેઓ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પણ મળ્યા હતા. આ બેઠક દરમિયાન તેઓએ જાપાનના JICA સાથે સહયોગમાં 'વેર કોરિડોર' પ્રોજેક્ટ અંગે આગળ વધવાની ચર્ચા કરી.

sitaraman-devendra-fadanvis

વધુમાં, મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રને લગતા વિવિધ પર્યાવરણીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવને મળ્યા. ફડણવીસે ઉલ્લેખ કર્યો કે તેઓ ત્યારબાદ નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ફરીથી મળશે. તેઓ દેશભરના મુખ્યમંત્રીઓ અને ઉદ્યોગ મંત્રીઓને સામેલ કરીને ઉદ્યોગ વિભાગ સંબંધિત બેઠકમાં પણ ભાગ લેવાના છે. 



આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ