ઉત્તર પ્રદેશના શાહજહાંપુર રેલ્વે સ્ટેશન પરથી જ્યારે 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ઉત્પાદિત બાંગ્લાદેશની આધુનિક ઇન્ટરસિટી ટ્રેનનો એક જથ્થો પસાર થયો, ત્યારે ત્યાં ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું. રેલ્વે ટ્રેક પરથી પસાર થઈ રહેલા આ આકર્ષક અને અત્યાધુનિક કોચની એક ઝલક મેળવવા માટે સ્થાનિક નાગરિકો અને રેલ મુસાફરોની મોટી ભીડ એકઠી થઈ હતી.

'રેલ કોચ ફેક્ટરી' (RCF) ખાતે તૈયાર કરાયો

આ તમામ હાઈ-ટેક LHB કોચ પંજાબના કપૂરથલા સ્થિત 'રેલ કોચ ફેક્ટરી' (RCF) ખાતે તૈયાર કરવામાં આવ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા આશરે ₹915 કરોડના વિશાળ કરાર હેઠળ બાંગ્લાદેશ રેલ્વેને કુલ 200 આધુનિક પેસેન્જર કોચ પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ જ કરાર અંતર્ગત તૈયાર થયેલા કોચનું એક કન્સાઇન્મેન્ટ શાહજહાંપુર થઈને બાંગ્લાદેશ તરફ રવાના કરવામાં આવ્યું હતું.
https://x.com/PIB_India/status/2087402893456576918?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2087402893456576918%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

મેક ઇન ઇન્ડિયા' નો ડંકો

બાંગ્લાદેશ મોકલવામાં આવી રહેલા આ કન્સાઇન્મેન્ટમાં એસી સ્લીપર, એસી ચેર કાર અને નોન-એસી ચેર કાર સહિત સાત અલગ-અલગ કેટેગરીના કોચ સામેલ છે. મુસાફરોની આરામદાયક અને સુરક્ષિત મુસાફરી માટે તેમાં અનેક અનોખી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે અલગ 'પ્રાર્થના ખંડ' (પ્રેયર રૂમ) અને નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ માટે ખાસ 'બેબી કેર રૂમ' બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને ઇમરજન્સી પેસેન્જર એલાર્મ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે.

કપૂરથલા ફેક્ટરીએ તૈયાર કર્યા 200 અત્યાધુનિક LHB કોચ

બાંગ્લાદેશ રેલ્વેએ વર્ષ 2024 માં RITES મારફતે આ 200 બ્રોડગેજ કોચ સપ્લાય કરવાનો ઓર્ડર આપ્યો હતો. આ પહેલા 2015-16 માં પણ કપૂરથલા ફેક્ટરીમાંથી 120 LHB કોચ બાંગ્લાદેશ સફળતાપૂર્વક મોકલવામાં આવ્યા હતા. મુસાફરોની સુરક્ષા માટે આ નવા કોચ યુરોપિયન સ્ટાન્ડર્ડ EN-૧૫૨૨૭ મુજબ 'ક્રેશ-પ્રતિરોધક' ડિઝાઇનથી બનાવવામાં આવ્યા છે, જેથી કોઈપણ અકસ્માતના સમયે મુસાફરો સુરક્ષિત રહે. ભારતીય ટ્રેનોમાં સામાન્ય રીતે ૭૫૦ વોલ્ટની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય છે, પરંતુ બાંગ્લાદેશ રેલ્વેની જરૂરિયાત મુજબ તેમાં ૪૧૫ વોલ્ટની ખાસ પાવર સિસ્ટમ ફીટ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ખેડૂતો ખુશ થાઓ! દિવાળી પહેલા દરેક ખેડૂતને મળશે 5,000 રૂપિયા, આ રાજ્યમાં કરાઇ મોટી જાહેરાત