મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આપેલા નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે વિવાદ ઊભો થયો છે. ખડગેએ પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાનને 'આતંકી' કહી સંબોધતા રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ પક્ષોએ આ નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે.


[[$googlead]]

ગઠબંધન કરવું એ લોકતંત્રને કમજોર બનાવવાના બરાબર

ખડગેએ વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો કે AIADMK જેવી પાર્ટી કેવી રીતે મોદીની સાથે જોડાઈ શકે? તેમણે કહ્યું કે જે લોકો સમાનતા અને લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ નથી કરતા, તેમની સાથે ગઠબંધન કરવું એ લોકતંત્રને કમજોર બનાવવાના બરાબર છે. તેમના આ નિવેદનને લઈને દક્ષિણ ભારતની રાજનીતિમાં પણ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

[[$alsoread]]

AIADMK મોદી સાથે કેવીરીતે જોડાઇ શકે?

બીજી તરફ, ભાજપ અને તેના સમર્થકોએ ખડગેના નિવેદનને અતિશય આપત્તિજનક ગણાવી તેને નિંદનીય ગણાવ્યું છે. ભાજપના નેતાઓએ કહ્યું કે આ પ્રકારની ભાષા લોકશાહી માટે યોગ્ય નથી અને દેશના વડાપ્રધાન અંગે આવી ટિપ્પણી કરવી અનૂચિત છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આવનારા ચૂંટણી માહોલને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો વચ્ચેના આક્ષેપ-પ્રત્યાઘાત વધુ તેજ બની રહ્યા છે. આવા નિવેદનો રાજકીય તણાવ વધારવામાં અને મતદારોને પ્રભાવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર રાજકારણમાં ભાષાના સ્તર અને જવાબદારી વિશે ચર્ચા ઊભી કરી છે. હવે જોવાનું રહેશે કે આ મુદ્દે આગળ શું રાજકીય વળાંક આવે છે અને પક્ષો વચ્ચેનો વિવાદ ક્યાં સુધી પહોંચે છે.

આ પણ વાંચો : NCP Leader શરદ પવારની તબિયત લથડી, મુંબઇની ખાનગી હોસ્પિટલમાં ભરતી



  • Follow us on: