નવેમ્બર મહિનો ઘણી આશાઓ લઈને આવ્યો છે. થોડા દિવસ પહેલાં, 26 નવેમ્બરે, બંધારણ દિવસના અવસર પર સંસદના સેન્ટ્રલ હોલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન થયું હતું. વંદે માતરમના 150મા વર્ષગાંઠ ઉપક્રમે દેશવ્યાપી ભવ્ય કાર્યક્રમોની શ્રેણીની શરૂઆત થઈ. 25 નવેમ્બરે, અયોધ્યાના રામ મંદિર ખાતે ધર્મ ધ્વજાનો વિધિવત્ ઉદઘાટન કરવામાં આવ્યું. એ જ દિવસે, કુરુક્ષેત્રના જ્યોતિસરમાં પંચજાન્ય સ્મારકનું ઉદ્ધાટન પણ થયું.

https://twitter.com/ANI/status/1995004672424513690 

ભારતે એવિએશન ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે

ભારતે એવિએશન ક્ષેત્રમાં મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે. ગયા અઠવાડિયે, મુંબઈમાં ભારતીય નૌકાદળમાં INS મહેને સામેલ કરવામાં આવ્યું. તે જ અઠવાડિયે, સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસ સાથે ભારતના અવકાશ ઈકોસિસ્ટમને નવા ઉર્જાસ્રોત મળ્યા છે. આ તમામ ઘટનાઓ ભારતના નવા વિચારો, નવીનતા અને યુવાની શક્તિનું પ્રતિબિંબ બની રહી છે.

https://twitter.com/ANI/status/1995005665472123216

PM મોદીએ વંદે માતરમના 150મા વર્ષની ભવ્ય શરૂઆતની ચર્ચા કરી. દેશભરમાં આ અવસરને લઈને વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમોનું આયોજન શરૂ થયું છે. વંદે માતરમ માત્ર ગીત નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમની શક્તિ છે, જેને પેઢીઓથી ભારતીયોએ પોતાના હૃદયમાં જાળવી રાખ્યું છે.

https://twitter.com/ANI/status/1995006797179228478

25 નવેમ્બરનો દિવસ પણ વિશેષ રહ્યો. એ દિવસે અયોધ્યાના રામ મંદિર ખાતે 'ધર્મ ધ્વજ' ફરકાવવામાં આવ્યો, જે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક છે. તેમજ, કુરુક્ષેત્રના જ્યોતિસર ખાતે પંચજાન્ય સ્મારકનું ઉદ્ઘાટન પણ થયું, જે મહાભારતકાળની ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાઓને નવી ઓળખ આપશે.

રમતગમતની દુનિયામાં પણ ભારત ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જાહેરાત કરવામાં આવી કે ભારત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ સફળતાઓ સમગ્ર રાષ્ટ્ર અને દેશવાસીઓની છે..

https://twitter.com/ANI/status/1995006711275659513

કૃષિ ક્ષેત્રમાં ભારતે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. દેશમાં 357 મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. દસ વર્ષ પહેલાંની તુલનામાં આજે ભારતનું અન્નઉત્પાદન 100 મિલિયન ટન વધ્યું છે.

https://twitter.com/ANI/status/1995009743782318458

થોડાં દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઉપર મારી નજર ગઈ. આ વીડિયો ISROની અનોખી ડ્રોન સ્પર્ધાનો હતો. તેમાં આપણા દેશના યુવાનો, ખાસ કરીને Gen-Z, મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિમાં ડ્રોન ઉડાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ડ્રોન ઉડતો, થોડો સમય સ્થિર રહેતો, અને પછી અચાનક જમીન પર પડી જતો. તેનું કારણ એ હતું કે આ ડ્રોન્સ પાસે GPSનો કોઈ પણ આધાર નહોતો. મંગળ પર GPS શક્ય નથી, એટલે ડ્રોનને બહારથી કોઈ સિગ્નલ કે માર્ગદર્શન મળી શકતું નથી. ડ્રોને માત્ર પોતાની કેમેરા સિસ્ટમ અને અંદર રહેલા સોફ્ટવેરના આધારે ઉડવું પડતું હતું... એટલે જ એક પછી એક ડ્રોન્સ ક્રેશ થતાં હતા.

આ સ્પર્ધામાં પુણાની એક ટીમે વિજય મેળવ્યો. તેમના ડ્રોન પણ ઘણી વખત પડ્યા, તૂટી ગયા, પરંતુ તેઓ હાર માન્યા નહીં. ભારે મહેનત બાદ તેમના ડ્રોનને છેલ્લે મંગળ જેવી પરિસ્થિતિમાં થોડો સમય સફળતાપૂર્વક ઉડાવવામાં આવ્યો...

આ વીડિયો જોઈને મને તે દિવસ યાદ આવ્યો જ્યારે ચંદ્રયાન નેટવર્ક કવરેજમાંથી બહાર નીકળી ગયું હતું. તે દિવસે આખો દેશ, ખાસ કરીને વૈજ્ઞાનિકો, નિરાશ થઈ ગયા હતા. પરંતુ આ નિષ્ફળતાએ તેમને રોક્યા નહીં. એ જ દિવસે ચંદ્રયાન-3ની સફળતા ગાથા લખવાનું કાર્ય શરૂ થયું... અમારા યુવાનોનો આ સંકલ્પ અને હિંમત વિકસિત ભારતની સૌથી મોટી શક્તિ છે...