લગભગ 6 વર્ષ બાદ આજથી કૈલાસ માનસરોવર યાત્રા આજથી શરૂ થઇ ગઇ છે. પહેલા કોરોનાને કારણે, ત્યારબાદ ગલવાન ઘાટી પર ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષને કારણે યાત્રા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ આ વર્ષે સંબંધો સુધર્યા અને શિવભકતોને યાત્રાની મંજૂરી મળી ગઇ. આ વર્ષે 750 યાત્રાળુઓને આ માટે પરવાનગી આપવામાં આવી છે.
બે રૂટ કરાયા છે નક્કી 
વિદેશ મંત્રાલય દ્વારા બે અલગ અલગ રૂટ નક્કી કરાયા છે. એક છે લિપુલેખ અને બીજો રૂટ નાથુ લા થઇનેજાય છે. જેમાં યાત્રીને બેમાંથી એક રૂટની પસંદગી કરવાની હોય છે. આ યાત્રા ધાર્મિક મૂલ્ય અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતી છે. ભગવાન શિવના નિવાસના રૂપમાં હિંદુઓ માટે મહત્વપૂર્ણ છે જ પરંતુ અહીં જૈન અને બૌદ્ધ લોકો માટે પણ ધાર્મિક મહત્વ ધરાવે છે.

પહેલો રૂટ- લિપુલેખ પાસ
કુલ બેચ-05
સમયગાળો-22 દિવસ
પ્રતિ વ્યક્તિ અંદાજિત ખર્ચ- 1.74 લાખ

બીજો રૂટ- નાથુ લા (સિક્કિમ)
કુલ બેચ-10
સમયગાળો-21 દિવસ
પ્રતિ વ્યક્તિ ખર્ચ-2.83 લાખ

યોગ્યતા
  • ભારતીય પાસપોર્ટ ઓછામાં ઓછા 6 મહિના માટે વેલિડ
  • ચાલુ વર્ષે 1 જાન્યુઆરીએ ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 70 વર્ષ હોવા જોઇએ
  • બીએમઆઇ 25 કે તેનાથી ઓછો
  • સ્વસ્થ અને શારીરિક અને તબીબી રીતે યોગ્ય હોવું આવશ્યક છે.
  • વિદેશી નાગરિકો અરજી કરવા માટે પાત્ર નથી.
ઓનલાઈન અરજી માટે કયા દસ્તાવેજો જરૂરી છે
  • પાસપોર્ટ સાઇઝના ફોટાની સ્કેન કરેલી નકલ
  • પાસપોર્ટની સ્કેન કરેલી નકલ
પસંદગી
અરજી કર્યા પછી કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા ડ્રો કરવામાં આવે છે.
જો તમારી પસંદગી થાય છે, તો અરજદારોને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા જાણ કરવામાં આવશે.
પસંદ કરાયેલા મુસાફરોએ દિલ્હી મુસાફરી કરતી વખતે ચોક્કસ દસ્તાવેજો પણ સાથે રાખવા પડશે.
શું સાથે રાખવું ?
  • ભારતીય પાસપોર્ટ
  • 6 પાસપોર્ટ સાઇઝના ફોટા
  • Indemnity Bond રૂ. 100 અથવા સ્થાનિક રીતે લાગુ પડતી રકમના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર અને પ્રથમ વર્ગ મેજિસ્ટ્રેટ અથવા નોટરી પબ્લિક દ્વારા પ્રમાણિત.
  • ચીની પ્રદેશ પર મૃત્યુના કિસ્સામાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા સ્થળાંતર માટે સંમતિ પત્ર.
અહીંથી જાણો માહિતી 

http://kmy.gov.in પર જઇને તમે અરજી કરી શકો છો. કૈલાશ માનસરોવરની યાત્રા તીર્થયાત્રીઓ માટે કપરી યાત્રા છે. જેમાં શ્રદ્ધાળુઓ પહાડની પરિક્રમા કરે છે. જેને કૈલાશ પરિક્રમા અથવા કાયક્રમ કહેવામાં આવે છે. અહીં જવાનો રસ્તો ઘણો જ પડકારજનક હોય છે. કારણ કે ઊંચાઇ અને હવામાન તીર્થયાત્રીઓ માટે મુશ્કેલી ઉભી કરે છે.

  • Follow us on: