નૈનીતાલના મલ્લીતાલ બજારમાં બુધવાર સાંજે ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ જૂના સમયની એક ઐતિહાસિક બિલ્ડિંગમાં લાગી, જેને ઓલ્ડ લંડન હાઉસથી પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજોના જમાનાની આ બિલ્ડિંગ પોતાના શાનદાર બનાવટ અને સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત હતી. અચાનક આગ લાગવાથી આ વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ, જોકે, વહીવટીતંત્રની ત્વરિત કાર્યવાહીને કારણે, આગ પર મોટા પ્રમાણમાં કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
મલ્લીતાલ બજારમાં લાગી ભીષણ આગ
આ ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી.આગ ઓલવવા માટે મલ્લીતાલ બજારમાં લાગેલા હાઇડ્રેન્ટસની મદદ લેવી પડી. નૈનીતાલના એસએસપીના જણાવ્યા અનુસાર,આગ પર હાલ કાબૂ મેળવી લીધો છે. તેમણે કહ્યુ કે આગ લાગવાનુ કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે. જોકે તપાસ હજુ પણ ચાલુ છે. કોઇ પણ પ્રકારનો અવાજ કે ધડાકો થયો નથી. હાલ આ બાબતે આગળ તપાસ હાથ ધરાઇ રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે.
આગમાં 5 મકાન બળીને ખાખ
તો બીજી તરફ કિશ્તવાડના અસ્તાન બાલા વિસ્તારમાં પણ આગ લગવાની ઘટના સામે આવી છે. પાંચ મકાન આગમાં બળીને ખાખ થઇ ગયા છે. અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. આગ કયા કારણો સર લાગી છે તે હજુ તપાસ થઇ રહી છે. આમ બે અલગ અલગ જગ્યાઓ પર આગની ઘટના બનવા પામી હતી.