MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ કે, અત્યાર સુધીમાં ચાર ભારતીય જહાજો હોર્મુઝની સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે ભારતમાં પહોંચ્યા છે.

MEA પ્રવક્તાએ શું કહ્યુ ?

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આ પ્રદેશ અત્યંત સંવેદનશીલ રહે છે. જયસ્વાલે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય જહાજોની સલામત અને અવરોધ વિનાની હિલચાલ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સંબંધિત દેશો સાથે સતત સંપર્કમાં છે. ભારતે પાકિસ્તાનને તેના કાળા ભૂતકાળની યાદ અપાવીને ઘેરી લીધું હતુ. 1971 ઓપરેશન સર્ચલાઇટનો ઉલ્લેખ કરતા, રણધીર જયસ્વાલે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાની સેનાએ નિર્દોષ બાંગ્લાદેશીઓનો નરસંહાર કર્યો હતો.

પાકિસ્તાનની ગડબડીનો કડક જવાબ

પશ્ચિમ એશિયાઈ સંઘર્ષ પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક અંગેના પ્રશ્નનોનો વિદેશ મંત્રાલયે સાવધાનીપૂર્વક જવાબ આપ્યો. જયસ્વાલે જણાવ્યું કે તે બંધ બારણે બેઠક હોવાથી, તેની આંતરિક ચર્ચાઓ પર ટિપ્પણી કરવી અયોગ્ય હતી. ખ્વાજા આસિફ, બિલાવલ ભુટ્ટો અને ઇમરાન ખાન જેવા પાકિસ્તાની નેતાઓની ટીકાત્મક ટિપ્પણીઓ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે વૈશ્વિક સંઘર્ષો પર પાકિસ્તાનના બેવડા ધોરણો લાંબા સમયથી ચાલતો મુદ્દો છે.

ભારત બાંગ્લાદેશ સાથે સંબંધોને વધુ મજબૂત બનાવશે: MEA

બાંગ્લાદેશ અંગે, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે, અને ભારત માત્ર સંબંધો જાળવવા જ ઇચ્છતું નથી પરંતુ તેમને વધુ મજબૂત બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે. આ નિવેદન બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાહના ઇન્ટરવ્યુ પછી આવ્યું છે, જેમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતનું વલણ સ્પષ્ટ છે. પ્રાદેશિક સહયોગને આગળ વધારવામાં આવશે અને પરસ્પર વિશ્વાસ મજબૂત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Iran યુદ્ધ દરમિયાન Chinaએ ઈરાનની સેનાને ચિપ ટેકનોલોજી પૂરી પાડી, Americaનો દાવો