ઉત્તર પ્રદેશના મેરઠના ચર્ચિત હોટલ કાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ફરાર આરોપી સલમાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પકડમાંથી બચવા ભાગતી વખતે સલમાન ઈજાગ્રસ્ત થયો હતો. તેના પર હોટલમાં એક હિન્દુ યુવતીને બંધક બનાવી દુષ્કર્મનો પ્રયાસ કરવાનો અને લગ્ન કરવા દબાણ કરવાનો આરોપ છે.

આરોપ છે કે યુવતી સલમાનના કબજામાંથી છૂટીને ભાગી હતી. ત્યારબાદ સલમાને રસ્તા પર તેને માર માર્યો હતો અને ફરીથી પોતાની સાથે લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના હોટલ અને આસપાસના વિસ્તારના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ધરપકડ બાદનો વીડિયો આવ્યો સામે

બુધવારે ધરપકડ બાદ સામે આવેલા વીડિયોમાં સલમાન રડતો અને પોલીસકર્મીઓ સામે માફી માગતો જોવા મળે છે. વીડિયોમાં તે કહેતો સંભળાય છે, “સાહેબ, ભૂલ થઈ ગઈ, માફ કરી દો, હવે આવી ભૂલ નહીં થાય.” પોલીસકર્મીઓ તેને ખભા પર ઊંચકીને લઈ જતા પણ જોવા મળે છે.

https://x.com/ANI/status/2125525959768191332?a=ZHvt2zkqrPAhy0lqATo&s=20

પોલીસની ઘેરાબંધી દરમિયાન ફાયરિંગનો આરોપ

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ મુજબ, મેરઠની લોહિયાનગર પોલીસે 25 નવેમ્બર 2026ના રોજ સદર બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના પ્રયાસ અને SC/ST એક્ટના કેસમાં વોન્ટેડ આરોપી સલમાન (29)ની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નારહેડા ગામ નજીક બની રહેલા અંડરપાસ પાસે પોલીસે ઘેરાબંધી કરી ત્યારે સલમાને પોલીસ ટીમ પર જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું. પોલીસથી ઘેરાઈ જતાં તે પુલ પર ચઢીને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. આ દરમિયાન નીચે પડી જતાં તેના જમણા પગ અને ડાબા હાથમાં ઈજા થઈ હતી.

દેશી તમંચો અને કારતૂસ મળ્યાં

પોલીસે સલમાનને પકડીને સારવાર માટે પી.એલ. શર્મા જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તેની પાસેથી ગેરકાયદેસર .315 બોરનો તમંચો, એક જીવતો કારતૂસ અને એક ખાલી કારતૂસ મળી આવ્યો હતો.

સલમાન રોહટા વિસ્તારનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ, મેરઠ અને ગાઝિયાબાદનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. હાલ પોલીસ આ મામલે પુરાવા એકત્રિત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

આ પઓણ વાંચો:Weather Update: ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસ, દક્ષિણમાં ભારે વરસાદનું એલર્ટ; શિમલામાં 31 વર્ષનો રેકોર્ડ તૂટ્યો