અમેરિકી ટેરિફને લઇને PMOમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઇ ચૂકી છે. આ બેઠકમાં અનેક મંત્રાલયોના મંત્રી હાજર છે. એવું કહેવાય રહ્યુ છે કે આ બેઠકમાં અમેરિકાના 50 ટકા ટેરિફ પર ચર્ચા બાદ આગળની રણનીતિ બનવવામાં આવશે. આ બેઠકમાં અમિત શાહ, નિર્મલા સિતારમન, વાણિજ્ય મંત્રી સહિત અધિકારીઓ હાજર છે. આવતી કાલથી લાગુ થઇ રહ્યો છે 50 ટકા ટેરિફ.

પીએમ મોદી માટે દેશનુ હિત સર્વોપરી
મહત્વનું છે કે ગૃહમંત્રી અમિત શાહ, નિર્મલા સીતારમન, પિયુષ ગોયેલ સહિત અનેક નેતાઓ આ બેઠકમાં હાજર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ 25 ટકા ટેરિફ લગાવ્યા બાદ હવે કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. એટલે કે આવતી કાલથી 50 ટકા ટેરિફ લાગુ થશે. પરંતુ આ ટેરિફ દબાણને કારણે ભારત ઝૂંકશે નહીં. પીએમ મોદીએ ટેરિફ મુદ્દે ટ્રમ્પને આડે હાથ પણ લીધા હતા. તેમણે કહ્યુ હતુ કે મારાં દેશના ખેડૂત ભાઇઓ, પશુ પાલકો, ઉદ્યોગસાહસિકો......હું તમને વારંવાર વચન આપું છું કે, મોદી માટે તમારૂં હિત સર્વોપરી છે.આ સિવાય એસ જયશંકર અને શિવરાજ સિંહ ચૌહાણે પણ આ પહેલાં ટેરિફને મુદ્દે કડક સંદેશ આપ્યો હતો.

પીએમ મોદી આપી શકે છે કરારો જવાબ
જે પ્રમાણે પીએમ મોદી રશિયા અને ચીનની સાથે સંબંધ વધારી રહ્યા છે. આ સંબંધ ટ્રમ્પ પર ભારે પડી શકે છે. કારણ કે ટ્રમ્પે ભારત પર સૌથી વધુ ટેરિફ લગાવ્યો છે. આ ટેરિફની અનેક દેશો નિંદા પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે રશિયા પાસેથી અન્ય અનેક દેશો પણ ઓઇલ ખરીદી રહ્યા છે. તેમ છતાં તેમના પર ટેરિફ લાદવામાં આવ્યો નથી.પરંતુ ભારત પર વધુ 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. પરંતુ પીએમ મોદી ટેરિફને લઇને ટ્રમ્પને જોરદાર જવાબ આપી શકે છે. કારણ કે થોડાં દિવસ પહેલાં પુતિન અને યુક્રેની રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીત થઇ હતી. આ સિવાય મોદી ચીન અને જાપાનના પ્રવાસે જઇ રહ્યા છે. એટલે કે પીએમ મોદી અન્ય દેશો સાથે સંબંધ વધારી રહ્યા છે. આ જ કારણથી ટ્રમ્પને મરચાં પણ લાગી શકે છે.




  • Follow us on: