ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની કુલ 28 બેઠકો માટે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં માત્ર એક બેઠકનું પરિણામ જાહેર થવાનું બાકી છે. ઉત્તર પ્રદેશમાં 11 બેઠકોમાંથી ભાજપે 6 બેઠકો જીતી છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ 4 બેઠકો મેળવી છે અને 1 બેઠક પર આગળ છે.

વારાણસીની બેઠક જાળવી રાખવામાં ભાજપ નિષ્ફળ 

ભાજપ વારાણસીની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું છે. આ ચૂંટણીઓમાં વડાપ્રધાન મોદી (તેમના મતવિસ્તારના સંદર્ભમાં), ભાજપના નેતા નિતિન નવીન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના અનેક મહત્વપૂર્ણ નેતાઓના ગઢમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

ભાજપના દિગ્ગજોમાં, પક્ષ ગોરખપુરમાં જે યોગી આદિત્યનાથ સાથે જોડાયેલી બેઠક છે. કટોકટીભરી સ્પર્ધા બાદ જીત મેળવવામાં સફળ રહ્યો છે. મતગણતરી દરમિયાન ભારે ઉતાર-ચઢાવ બાદ, ભાજપના ઉમેદવાર ધ્રુવ કુમાર ત્રિપાઠીએ તેમના નજીકના હરીફ, અપક્ષ ઉમેદવાર રાજીવ યાદવને 307 મતોથી હરાવ્યા. ધ્રુવ ત્રિપાઠીને 14887 મત મળ્યા, જ્યારે રાજીવ યાદવે14580 મત મેળવ્યા.

વારાણસીમાં સમાજવાદી પાર્ટીની બીજી વખત જીત

  • સમાજવાદી પાર્ટીના લાલ બિહારી યાદવે વારાણસી શિક્ષક મતવિસ્તારની બેઠક બીજી વખત જીતી છે. તેમણે ભાજપના તેમના નજીકના હરીફ ડૉ. પ્રમોદ મિશ્રાને 5015 મતોથી પરાજય આપ્યો.
  • પ્રમોદ મિશ્રા (ભાજપ)ને 6597 મત મળ્યા, જ્યારે લાલ બિહારી યાદવે 11612  મત મેળવ્યા.
  • પટના સ્નાતક મતવિસ્તારમાં જે નિતિન નવીન સાથે જોડાયેલો ગઢ ગણાય છે.  જનતા દળ (યુનાઈટેડ) (JD(U))ના નીરજ કુમારે RJDના દિલીપ રાયને હરાવ્યા.
  • આ બેઠક પર નીરજ કુમાર અને 'જન સુરાજ' આંદોલનના અનુજ સિંહ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

નાગપુરમાં પણ ભાજપની હાર

નાગપુર ગ્રેજ્યુએટ્સ મતવિસ્તારની વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અભિજીત ગોવિંદરાવ વંજારીએ સતત બીજી વખત વિજય મેળવ્યો છે. આ પહેલાં, ડિસેમ્બર 2020માં પણ તેમણે નાગપુર ગ્રેજ્યુએટ્સ મતવિસ્તારમાંથી ચૂંટણી જીતી હતી. વ્યવસાયે વકીલ અને શિક્ષણવિદ્ એવા અભિજીત વંજારી લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. નાગપુર માત્ર આરએસએસ (RSS)નું મુખ્યાલય જ નથી, પરંતુ તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બંનેનું ગૃહક્ષેત્ર પણ છે.

SPએ 5 બેઠક જીતી, ભાજપ પર વધ્યુ દબાણ 

2020ની વિધાન પરિષદની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી (SP) માત્ર 3 બેઠકો જીતી શકી હતી, પરંતુ આ વખતે પક્ષે આગ્રા અને લખનૌની ગ્રેજ્યુએટ્સ મતવિસ્તારની બેઠકો પણ જીતી લીધી છે. હવે SP 5 બેઠકો જીતવાની સ્થિતિમાં હોવાથી, ભાજપ પર દબાણ વધ્યું છે. આ જીતથી સમાજવાદી પાર્ટી ખૂબ જ ઉત્સાહિત જણાય છે. શિક્ષક અને ગ્રેજ્યુએટ્સ મતવિસ્તારોની ચૂંટણીઓ સામાન્ય મતદારોને બદલે શિક્ષકો, વકીલો, ડોક્ટરો અને પ્રોફેસરો જેવા ચોક્કસ વ્યાવસાયિક સમૂહોના મતબેંકનું પ્રતિનિધિત્વ કરે છે. પરિણામે, ભાજપ છાવણીમાં સ્પષ્ટપણે નિરાશા જોવા મળી રહી છે.


આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર