કેન્દ્રીય કેબિનેટે દેશની રેલ અને રોડ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે કુલ ₹13,041 કરોડના ચાર રેલવે અને એક હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ મહત્વના રૂટ પર ટ્રાફિક અને રેલવેની ભીડ ઘટાડવા ઉપરાંત મુસાફરીને વધુ સરળ બનાવવાનો છે.

બિહારમાં મુઝફ્ફરપુર-સીતામઢી-સોનબરસા ફોર-લેન હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તેની અંદાજિત કિંમત ₹3,591 કરોડ છે અને પ્રોજેક્ટનું કામ 30 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. હાઈવે બન્યા બાદ મુઝફ્ફરપુરથી સોનબરસા પહોંચવાનો સમય લગભગ 2 કલાકથી ઘટીને 1 કલાક થઈ શકે છે. આ રૂટ નેપાળ બોર્ડર નજીકથી શરૂ થતો હોવાથી પ્રાદેશિક કનેક્ટિવિટી પણ મજબૂત થશે.
રેલવે ક્ષેત્રે ખડગપુર-ભદ્રક ચોથી લાઈન પ્રોજેક્ટને પણ મંજૂરી મળી છે. ₹3,352 કરોડના ખર્ચે બનનારો આ 173 કિલોમીટર લાંબો પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો છે. તે બાલાસોર, એસપી મુખર્જી પોર્ટ અને પારાદીપ પોર્ટ જેવા મહત્વના સ્થળોને જોડવામાં મદદ કરશે.
આ ઉપરાંત ભદ્રક-હરિદાસપુર ચોથી લાઈન માટે ₹1,583 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ 75 કિલોમીટર લાંબી લાઈનથી ટાટાનગર સહિતના વિસ્તારોને વધુ સારી રેલ કનેક્ટિવિટી મળશે અને માલ પરિવહનને પણ ફાયદો થશે. કેબિનેટે ગુમ્મિડિપુંડી-ગુડુર ત્રીજી અને ચોથી લાઈન માટે ₹2,229 કરોડ તથા કટક-પારાદીપ ત્રીજી અને ચોથી લાઈન માટે ₹2,286 કરોડના પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ તમામ પ્રોજેક્ટ્સથી પૂર્વ અને દક્ષિણ ભારતના મહત્વના રેલ કોરિડોરની ક્ષમતા વધશે.