હિમાચલ પ્રદેશમાં વરસાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. સાંબેલાધાર વરસાદના કારણે રાજ્યને મોટું નુકસાન થયુ છે. આ નુકસાનના કારણે જન-જીવન ખોરવાયુ છે. હવામાન વિભાગે ચંબા, કાંગડા અને કુલ્લુ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. અને મંડી, શિમલા, સોલન અને સિરમૌરમાં ભારે વરસાદ માટે યેલ્લો એલર્ટ જાહેરા કરાયુ છે.
500થી વધુ રસ્તાઓ કરાયા બંધ
1 સપ્ટેમ્બરે ઉના, બિલાસપુર, હમીરપુર, મંડી અને શિમલામાં વરસાદ માટે પીળી ચેતવણી જારી કરવામાં આવશે. 2 સપ્ટેમ્બરે શિમલા, સોલન અને સિરમૌરમાં પણ આવી જ સ્થિતિ રહેશે. 3 થી 5 સપ્ટેમ્બર સુધી હવામાન ખરાબ રહી શકે છે. અત્યાર સુધીમાં 839 રસ્તા બંધ, ચંબામાં હાલત ખરાબ છે. ચંબામાં 286, મંડીમાં 197, કુલ્લુમાં 175, કાંગડામાં 61, સિરમૌરમાં 38 અને શિમલામાં 29 રસ્તાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ્લુ અને મંડી જિલ્લામાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે. વીજળી અને પાણી પુરવઠા પર પણ ખરાબ અસર પડી છે. 728 ટ્રાન્સફોર્મર અને 456 પીવાના પાણીની યોજનાઓ બંધ કરવામાં આવી છે.
300થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ
ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 320 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 377 લોકો ઘાયલ થયા છે અને 40 લોકો હજુ પણ ગુમ છે. સૌથી વધુ મૃત્યુ મંડી અને કાંગડામાં થયા છે. ચંબામાં અત્યાર સુધીમાં 4041 ઘરોને નુકસાન થયું છે. જેમાંથી 824 સંપૂર્ણપણે ધરાશાયી થયા છે. મંડીમાં સૌથી વધુ 1592 ઘરોને નુકસાન થયું છે, જેમાંથી 517 ઘર સંપૂર્ણપણે ધરાશાયી થયા છે. ચોમાસાને કારણે કુલ 3042 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે.
હજુ ભારે વરસાદ માટે આગાહી
છેલ્લા 24 કલાકમાં, ચંબાના ચુઆડીમાં સૌથી વધુ 100 મીમી વરસાદ પડ્યો છે. જોગીન્દરનગરમાં 90 મીમી, રામપુર બુશહર અને ધર્મશાળામાં 70-70 મીમી, શિમલા, કટુઆલા, નાહન અને પાલમપુરમાં 60-60 મીમી વરસાદ નોંધાયો છે.