દેશભરમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે ચોમાસું હવે પૂરઝડપે આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજા અહેવાલ મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ પૂર્વ ભારતના રાજ્યોમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે. આજે મેઘરાજા સિક્કિમ અને પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગોમાં પહોંચી ગયા છે, જેના કારણે આ વિસ્તારોમાં વાતાવરણ આહલાદક બની ગયું છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, દેશના અન્ય ભાગોમાં પણ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે.


આગામી 4થી 5 દિવસમાં આ રાજ્યો ભીંજાશે

ચોમાસાની વર્તમાન ગતિને જોતા હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું બિહાર અને ઝારખંડના વિસ્તારોને આવરી લેશે. આ ઉપરાંત, પૂર્વીય અને મધ્ય ભારતના રાજ્યો જેવા કે ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના બાકીના ભાગોમાં પણ આગામી થોડા દિવસોમાં ચોમાસાની એન્ટ્રી થવાની પ્રબળ સંભાવના છે. આ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે.

ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ 

IMD એ આગામી 5 થી 7 દિવસ માટે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  હવામાન વિભાગના અંદાજ મુજબ આ સમયગાળા દરમિયાન વિવિધ વિસ્તારોમાં 7 સેમીથી લઈને 20 સેમી સુધીનો ધોધમાર વરસાદ વરસી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.

મુખ્યત્વે આ રાજ્યો માટે વિશેષ ચેતવણી જાહેર 

  • દક્ષિણ ભારત: કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ તમિલનાડુમાં આગામી એક સપ્તાહ સુધી મુશળધાર વરસાદની આશંકા છે.
  • પૂર્વ ભારત: સિક્કિમ અને ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને પગલે તંત્રને એલર્ટ રહેવા જણાવાયું છે.

આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?


  • Follow us on: