કાર પર પહાડ પડ્યો હતો, જેમાં 13 લોકો માર્યા ગયા હતા. લાહૌલ-સ્પિતિ પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી હતી. 

13 લોકોના કરુણ મોત

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં કાર પર પહાડ તૂટ્યો હતો અને 13 લોકોના મોત થયા હતા. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં બે લોકો બચ્યા હતા. જેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. 13 લોકોની મોતમાં 6 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. ભરમૌર-પાંગી ધારાસભ્ય જનક રાજે જણાવ્યું હતું કે ઉદયપુર રોડ પર થયેલા અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા 15 લોકોમાંથી 13 લોકોના મોત થયા છે. 

મૃતકોની ઓળખ બાકી 

આ ઘટના લાહૌલ ખીણથી લગભગ 60-70 કિમી દૂર કુડુનાલા નજીક બની હતી. ટેકરી પરથી મોટા ખડકો કાર પર પડ્યા હતા. કારમાં કુલ 15 લોકો સવાર હોવાનું જાણવા મળે છે. એક વ્યક્તિને ઇજાઓ સાથે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માત બાદ વાહનના પાછળના ભાગમાં આગ લાગી હતી. મૃતકોની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે થઈ નથી. જોકે, એવું જાણવા મળ્યું છે કે બધા મૃતકો પાંગી ખીણના રહેવાસી છે. 

પોલીસની પ્રતિક્રિયા 

ઉદયપુર-કિલાડ રસ્તો પાછલા દિવસે બંધ હોવાથી વાહનમાં રહેલા તમામ મુસાફરો ટીંડીમાં ફસાયેલા હતા. રસ્તો ફરીથી ખોલ્યા પછી, તેઓ પાંગી તરફ જઈ રહ્યા હતા ત્યારે કડુનાલા નજીક અકસ્માત થયો. લાહૌલ-સ્પિતિના ધારાસભ્ય અનુરાધા રાણાએ જણાવ્યું હતું કે, અત્યંત દુઃખદ વાત એ છે કે અમને લાહૌલ-પાંગી સરહદ પર કડુનાલા નજીક એક પહાડ પરથી પડતા કાટમાળ અને પથ્થરો સાથે ટાટા સુમો વાહન અથડાયું હોવાના અહેવાલો મળ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં કેટલાક લોકોના મોત થયા છે. જોકે, મૃતકોની સંખ્યા અને ઓળખ હજુ પણ સત્તાવાર પુષ્ટિની બાકી છે." પોલીસ, વહીવટીતંત્ર અને બચાવ ટીમો પહેલાથી જ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલનની ચીમકી, સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર!