ભૂસ્ખલન અને અચાનક પૂરથી જાનમાલનું નુકસાન થયું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં અનેક નદીઓ બન્ને કાંઠે વહેતી થઇ છે.
ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ
મુશળધાર વરસાદે જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં ભારે તબાહી મચાવી હતી. ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનમાં 10 લોકો માર્યા ગયા છે. જ્યારે ઘણા લોકો ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃત્યુનો દર સૌથી વધુ અસરગ્રસ્ત સુરનકોટ તાલુકામાં નોંધાયો છે. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે તૈનાત છે અને ફસાયેલા લોકોને બચાવવા, અસરગ્રસ્ત વિસ્તારોને સાફ કરવા અને રાહત પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કિશ્તવાડમાં વાદળ ફાટવાથી વિનાશ દ્રશ્યો સર્જાયા છે.
અત્યાર સુધીમાં 10 લોકોના મોત
પૂંચમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે. નુનાબંધી ગામમાં ઘર ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયુ હતુ. તેના પતિ, ત્રણ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભૂસ્ખલનને કારણે લોઅર મુર્રાહ વિસ્તારમાં એક અન્ય વ્યક્તિ ઘરની નીચે દટાઈ ગઈ હતી. તેમને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
લોકોને સતર્ક રહેવાની સલાહ
આ દરમિયાન, કિશ્તવાડના દછનમાં સુર્નુમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આનાથી વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. ઉભા પાકને ભારે નુકસાન થયું છે. સતત ભારે વરસાદ અને સલાલ અને બગલીહાર બંધમાંથી પાણી છોડવાને કારણે, ચિનાબ નદી ચેતવણી સ્તરની નજીક પહોંચી ગઈ છે. ઘાટ પરના મંદિર સંકુલ સુધી પાણી પહોંચી ગયું છે, જેનાથી ઘાટ સંપૂર્ણપણે ડૂબી ગયા છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
નદી અને નાળા છલકાયા
ભારે વરસાદને કારણે રાજૌરીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે ચેતવણી જારી કરી છે. સતત મુશળધાર વરસાદને કારણે ભારે વિનાશ થયો છે. જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. વહીવટી ટીમો સ્થળ પર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વર્ષે વરસાદે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે.
આ પણ વાંચોઃ ચોમાસામાં હેર સ્પા અને હેર માસ્કમાંથી શું આપશે સૌથી વધુ ફાયદો!, જાણો
