મધ્યપ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. દેવાસમાં આ ઘટના બની જેમાં 3 લોકોના મોત થયા જ્યારે 12 લોકોના મોત થયા હતા. ટોંકકાલા ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો. આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા, જ્યારે 20 અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા.
2 કિમી સુધી સંભળાયો બ્લાસ્ટ
વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ બે કિલોમીટર દૂર સુધી સંભળાયો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલમાં આગ ઓલવવામાં લાગી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના કારણે કામદારોને બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો મળ્યો.
