મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 18 જૂનના રોજ યોજાનારી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ત્રીજો ઉમેદવાર ઉતારવામાં આવતા કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો છે.ક્રોસ વોટિંગ ટાળવા અને પોતાના ધારાસભ્યોને એકજૂથ રાખવાના હેતુથી કોંગ્રેસે તમામ ધારાસભ્યોને ભોપાલથી કર્ણાટક મોકલી દીધા છે.


કોંગ્રેસના ધારાસભ્યે શું કહ્યું

કોંગ્રેસના ધારાસભ્ય વિજય રેવાનાથ ચૌરેએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ધારાસભ્યોના ખરીદ-વેચાણના પ્રયાસો થઈ રહ્યા હોવાથી હાઈકમાન્ડે આ નિર્ણય લીધો છે.નેતા વિપક્ષ ઉમંગ સિંઘારના નિવાસે મળેલી બેઠક બાદ ધારાસભ્યોને બેંગલુરુ રવાના કરાયા હતા.આ બેઠકમાં વરિષ્ઠ નેતા કમલનાથ પણ ઓનલાઇન જોડાયા હતા.

બે બેઠકો પર ભાજપ મજબૂત,ત્રીજી બેઠક પર પેચ ફસાયો

મધ્ય પ્રદેશ વિધાનસભાના આંકડાકીય સમીકરણો મુજબ 3 માંથી 2 બેઠકો પર ભાજપની જીત નક્કી માનવામાં આવે છે.ભાજપે રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ અને રાજ્ય સચિવ રજનીશ અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે.જ્યારે ત્રીજી બેઠક માટે ભાજપે મધ્ય પ્રદેશ મત્સ્યઉદ્યોગ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ મહેશ કેવટ પર દાવ ખેલ્યો છે.બીજી તરફ કોંગ્રેસે પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે,જેથી ત્રીજી બેઠક માટે મુકાબલો રસપ્રદ બન્યો છે.

શું છે રાજ્યસભાની જીતનું ગણિત?

230 સભ્યોની મધ્ય પ્રદેશ વિધાનસભામાં હાલ 229 ધારાસભ્યો છે.જેમાંથી ભાજપ પાસે 164 અને કોંગ્રેસ પાસે 64 ધારાસભ્યો છે.જ્યારે એક બેઠક ભારત આદિવાસી પાર્ટી પાસે છે.કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીનું સભ્ય રદ્દ થયું છે અને મુકેશ મલ્હોત્રાના વોટિંગ પર હાઈકોર્ટે રોક લગાવી છે.

આ પણ વાંચો - Monsoon 2026: સિક્કિમ અને નોર્થ બંગાળ પહોંચ્યુ ચોમાસુ, આ 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ


  • Follow us on: