મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે ઝડપી BMW કારનો ગંભીર અકસ્માત થયો હતો. મરીન ડ્રાઈવથી હજી અલી તરફ જઈ રહેલી કાર કાબૂ બહાર જઈ બ્રિજની રેલિંગ તોડીને નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
BMW કારનો ગંભીર અકસ્માત
મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે ઝડપી BMW કારનો ગંભીર અકસ્માત થયો હતો. મરીન ડ્રાઈવથી હજી અલી તરફ જઈ રહેલી કાર કાબૂ બહાર જઈ બ્રિજની રેલિંગ તોડીને નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ યુવકોનાં મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
https://twitter.com/ANI/status/2101539318716342614
કારમાં સવાર હતા ગુજરાતી વિદ્યાર્થીઓ
વહેલી સવારે થયેલા ભયંકર અકસ્માતમાં કારમાં સવાર બે અમદાવાદ વિદ્યાર્થીઓ પણ મોતને ભેટ્યા છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ ખુબજ ડરામણા અને રુંવાટા ઉભા કરી દે તેવા છે
BMW ડિવાઈડર સાથે અથડાઈને ઉછળી હતી
આ અકસ્માત સવારે આશરે પાંચ વાગ્યે વીસ મિનિટે લોટસ જેટી પાસે, લાલા લજપત રાય કોલેજ નજીક થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કાર ખૂબ જ ઝડપી ગતિએ દોડી રહી હતી. વળાંક નજીક ડ્રાઈવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્યારબાદ BMW ડિવાઈડર સાથે અથડાઈને ઉછળી હતી અને બ્રિજની નીચે જઈને પટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું હતું.
https://twitter.com/sandeshnews/status/2101559984274505812
પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી
અકસમાતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ ત્રણ યુવકોને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં ધૈર્ય દર્શન સેઠ, ઉંમર સત્તર વર્ષ, આદિત્ય જકસાનિયા, ઉંમર ઓગણીસ વર્ષ અને શનાય ગજર, ઉંમર એકવીસ વર્ષનાં મોત થયા છે. જ્યારે આદિત્ય કલ્પેશ્વર ઓસવાલ, ઉંમર ત્રેવીસ વર્ષ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને વેન્ટિલેટર પર સારવાર હેઠળ હોવાનું જણાવવામાં આવ્યું છે.
BMWની ઝડપ કલાકના બસોથી વધુ કિલોમીટર હોવાનું જણાવવામાં આવ્યું
પોલીસ રિપોર્ટ અનુસાર BMWની ઝડપ કલાકના બસોથી વધુ કિલોમીટર હોવાનું જણાવવામાં આવ્યું છે. ભારે ઝડપને કારણે ડ્રાઈવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ કાર રસ્તાના ડિવાઈડર અને કોસ્ટલ રોડની બાજુમાં આવેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સામેલ BMWનો રજિસ્ટ્રેશન નંબર DD01-C-6302 હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કાર દાદરા અને નગર હવેલીમાં રજિસ્ટર્ડ છે અને ફાલ્ગુન ગજરના નામે હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી
અકસમાત બાદ તાડદેવ પોલીસ દ્વારા સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માતની પરિસ્થિતિ, કારની ઝડપ અને ડ્રાઈવરના નિયંત્રણ ગુમાવવાના કારણો અંગે તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ પણ તપાસનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે, કારણ કે તેમાં અકસ્માતની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.
મુંબઈ કોસ્ટલ રોડ દક્ષિણ મુંબઈને પશ્ચિમ વિસ્તાર સાથે જોડતો આશરે દસ પોઈન્ટ અઠ્ઠાવન કિલોમીટર લાંબો આઠ લેનનો એક્સપ્રેસવે છે. આ માર્ગ દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે આવેલા પ્રિન્સ સ્ટ્રીટ ફ્લાયઓવરને વરલીમાં બાંદ્રા-વરલી સી લિંક નજીકના વિસ્તાર સાથે જોડે છે. મહત્વપૂર્ણ માર્ગ પર બનેલા આ ગંભીર અકસ્માતને કારણે ફરી એકવાર ઝડપી વાહન ચલાવવાના જોખમ અંગે ચર્ચા થઈ રહી છે.
BMCનું નિવેદન સામે આવ્યું
આ મામલે BMCનું નિવેદન સામે આવ્યું છે. BMCએ જણાવ્યું કે 20 સપ્ટેમ્બરની સવારે આશરે 5:20 વાગ્યે મુંબઈ કોસ્ટલ રોડ પર લોટસ જેટી નજીક એક BMW કાર અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર કાર મરીન ડ્રાઈવથી હજી અલી તરફ જઈ રહી હતી. આ દરમિયાન વધુ ઝડપને કારણે ડ્રાઈવરે કથિત રીતે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ચારેય લોકોને નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
દેશમાં દરરોજ અનેક વાહન અકસ્માતો સામે આવે છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. મોટાભાગના કિસ્સાઓમાં ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન ન થવું અકસ્માતનું એક મહત્વપૂર્ણ કારણ બની શકે છે. ઝડપી ગતિએ વાહન ચલાવવું, બેદરકારી અને ટ્રાફિક નિયમોની અવગણના રસ્તા પર ગંભીર જોખમ ઊભું કરી શકે છે.