મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે ઝડપી BMW કારનો ગંભીર અકસ્માત થયો હતો. મરીન ડ્રાઈવથી હજી અલી તરફ જઈ રહેલી કાર કાબૂ બહાર જઈ બ્રિજની રેલિંગ તોડીને નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ BMW કારની ઝડપ ઘણી વધારે હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

https://twitter.com/ANI/status/2101523771186122915

આ અકસ્માત સવારે આશરે પાંચ વાગ્યે વીસ મિનિટે લોટસ જેટી પાસે, લાલા લજપત રાય કોલેજ નજીક થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કાર ખૂબ જ ઝડપી ગતિએ દોડી રહી હતી. વળાંક નજીક ડ્રાઈવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્યારબાદ BMW ડિવાઈડર સાથે અથડાઈને ઉછળી હતી અને બ્રિજની નીચે જઈને પટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું હતું.

https://twitter.com/ANI/status/2101539318716342614

કારમાં સવાર હતા અમદાવાદના વિદ્યાર્થીઓ

પોલીસ રિપોર્ટ અનુસાર BMWની ઝડપ કલાકના બસોથી વધુ કિલોમીટર હોવાનું જણાવવામાં આવ્યું છે. ભારે ઝડપને કારણે ડ્રાઈવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ કાર રસ્તાના ડિવાઈડર અને કોસ્ટલ રોડની બાજુમાં આવેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સામેલ BMWનો રજિસ્ટ્રેશન નંબર DD01-C-6302 હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કાર દાદરા અને નગર હવેલીમાં રજિસ્ટર્ડ છે અને ફાલ્ગુન ગજરના નામે હોવાનું જાણવા મળ્યું છે.

અકસમાત બાદ તાડદેવ પોલીસ દ્વારા સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માતની પરિસ્થિતિ, કારની ઝડપ અને ડ્રાઈવરના નિયંત્રણ ગુમાવવાના કારણો અંગે તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ પણ તપાસનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે, કારણ કે તેમાં અકસ્માતની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.