મુંબઈમાં હાલ જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. સવાર પડી હોવા છતાં પણ વાતાવરણ એટલુ ઘેરાયુ છે કે વાહનચાલકોએ હેડલાઇટ શરૂ કરવી પડી છે. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે.  ઠેર ઠેર પાણી ભરાવાને લીધે વાહનચાલકો તથા શાળા કોલેજ જવામાં બાળકોને તકલીફ પડી. ત્યારે હવામાન વિભાગે મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરી છે. 


[[$googlead]]

મુંબઇમાં મેઘો ધોધમાર 

માયા નગરી મુંબઇમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે મુંબઇ સહિત સમગ્ર રાજ્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. મુંબઇમાં હાઇટાઇડને લઇને પણ એલર્ટ અપાયુ છે. હવામાન વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે ઘરની બહાર નીકળતા પહેલા વાતાવરણ કેવુ છે કે ચેક કરો.

[[$alsoread]]


અહીં અતિ ભારેની આગાહી

અંધેરી, બાંદ્રા, દાદર, વરલી, કુર્લા, ચેમ્બુર, ઘાટકોપરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે મુંબઈની આ સ્થિતિ છે, તો બીજી તરફ, રાયગઢ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.


અહીં અપાયુ રેડ એલર્ટ

IMD વડા શુભાંગી ભૂટેએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં બનેલા ઓછા દબાણવાળા વિસ્તારની અસર કોંકણ પ્રદેશ પર પડશે, જેના કારણે દક્ષિણ કોંકણના ભાગો જેવા કે રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગિરિ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં IMDની કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળાઓમાં અનુક્રમે 86.6 મીમી અને 84.6 મીમી વરસાદ નોંધાયો છે. 


  • Follow us on: