મહારાષ્ટ્રમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવી ગયું છે. મુંબઈમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. 23 જૂને શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. 


[[$googlead]]

થાણે બેલાપુર રોડ પર ટ્રાફિક 

ગત રાત્રે ધોધમાર વરસાદ વરસતા આજે મુંબઇકરો પરેશાન થયા હતા. કારણ કે ક્યાંક લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઇ હતી તો ક્યાંક ભારે ટ્રાફિક સર્જાયો હતો. નવી મુંબઇમાં ગત રાતથી ભારે વરસાદને કારણે થાણે-બેલાપુર રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો છે.


[[$alsoread]]

દાદરમાં વૃક્ષ ધરાશાયી 

શહેરમાં ભારે વરસાદ ચાલુ હોવાથી દાદર વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતાં એક કારને નુકસાન થયું હતું. બીએમસીએ  મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર અને સિંધુદુર્ગ જિલ્લામાં મધ્યમથી તીવ્ર વરસાદ માટે ઓરેન્જ ચેતવણી આપી છે. 

કિંગ્સ સર્કલ ખાતે પાણી ભરાયા

ગઈકાલ રાતથી સતત ભારે વરસાદને કારણે મુંબઈ શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે.  કિંગ્સ સર્કલ પરથી સવારના દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યાં બસના ટાયર પણ ડૂબે તેટલા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. 

તો મુંબઇમાં  ગઇકાલથી જ વરસાદી માહોલ જામતા ઠેર ઠેર પાણી તો ભરાયા હતા પરંતુ મુંબઇકરોને બફારામાંથી રાહત મળી હતી. મુંબઇનું વાતાવરણ આજે સવારે વાદળછાયુ જોવા મળ્યું. વાતાવરણ આલ્હાદક જોવા મળતા લોકોમાં ખુશી જોવા મળી. આ માહોલને માણવા લોકો મરીન ડ્રાઇવ પર આવી પહોંચ્યા હતા.  મરીન ડ્રાઇવ પરથી સવારના દ્રશ્યો ખરેખર અદભૂત હતા. એક તરફ ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો. 

પહેલા વરસાદમાં જ બીએમસીની પોલ ખૂલી ગઇ હતી. હજી તો વરસાદ આવ્યાને એક જ દિવસ થયો છે ત્યાં તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. શાળાએ જતા બાળકો હોય કે પછી ઓફિસ જનાર લોકો. તમામ લોકો વરસાદને કારણે પરેશાન થયા હતા. 

મુંબઇમાં ચોમાસુ મોડુ પહોંચ્યું 

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મંગળવાર, 23 જૂને મુંબઈમાં પહોંચ્યું. તે તેની સામાન્ય શરૂઆતની તારીખ કરતાં 13 દિવસ મોડું પહોંચ્યું. મુંબઈમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 10 જૂન છે. IMD એ જણાવ્યું હતું કે ચોમાસાએ હવે મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મહારાષ્ટ્રના વધારાના વિસ્તારો - મુંબઈ સહિત - તેલંગાણા અને ઓડિશાના બાકીના ભાગો અને છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોને આવરી લીધા છે. હવામાન વિભાગ અનુસાર, 2023 માં પણ ચોમાસુ 25 જૂને મુંબઈમાં પહોંચ્યું હતું. સૌથી લાંબો વિલંબ 1974 અને 1958 માં થયો હતો, જ્યારે ચોમાસુ 28 જૂને પહોંચ્યું હતું.


  • Follow us on: