નરેન્દ્ર મોદી 2001માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં ત્યારે ખૂબ ઓછા લોકો સમજી શક્યા હતાં કે તેમની નીતિઓ માત્ર રાજ્ય પર નહીં પણ સમગ્ર દેશ પર પ્રભાવ પાડશે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે 13 વર્ષના કાર્યકાળ દરમિયાન નવિનતા અને લોકો કેન્દ્રિત નીતિઓ પર આધારિત શાશન મોડેલનો પાયો નાંખ્યો હતો. 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે આ નીતિને દેશ વ્યાપી બનાવી છે. માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરતુ ગુજરાત મોડેલ સમગ્ર દેશની પ્રગતિમાં એક મુખ્ય હિસ્સો છે. જે દેશના વિકાસ માટે બ્લુ પ્રિન્ટ સમાન છે.
ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને પ્રેરણા આપી
ગુજરાતમાં માળખાગત સુવિધાઓના અભિગમે રાજ્યને તકોના કેન્દ્રમાં પરિવર્તિત કર્યું. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સએ આયોજન અને સંસાધન વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે જીઓસ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. જેનાથી પ્રોજેક્ટ્સનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બન્યું.આ મોડેલે ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનને પ્રેરણા આપી હતી. જે 2021માં શરૂ કરવામાં આવ્યો હતો. 2024 સુધીમાં ગતિ શક્તિએ 1400થી વધુ માળખાગત પ્રોજેક્ટ્સનું મેપિંગ કર્યું છે. ગુજરાત મોડેલનો બીજો પાયો વીજળી સુધારા હતા.
જ્યોતિગ્રામ યોજનાએ ગ્રામીણ ગુજરાત માટે 24x7 વીજળી સુનિશ્ચિત કરી
2003માં શરૂ કરાયેલ જ્યોતિગ્રામ યોજનાએ ગ્રામીણ ગુજરાત માટે 24x7 વીજળી સુનિશ્ચિત કરી. 2006 સુધીમાં 18,065 ગામડાઓને આવરી લીધા.આ ફક્ત ઘરોને પ્રકાશિત કરવા સુધી નહીં પણ સૂક્ષ્મ,નાના અને મધ્યમ ઉદ્યોગો ને પુનર્જીવિત કર્યા અને ગ્રામીણ ક્ષેત્રને પણ મજબૂત બનાવ્યું હતું. 2014 સુધીમાં ગુજરાતનો ગ્રામ્ય વીજ પુરવઠો દેશ માટે એક માપદંડ બની ગયો હતો. જેના કારણે રોકાણકારોમાં આત્મવિશ્વાસ વધ્યો. ગુજરાતની આ સફળતાને આધારે 2015માં દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના (DDUGJY) શરૂ કરવામાં આવી. જેના થકી 2018 સુધીમાં 18,374 ગામોને વિજળી પહોંચાડવામાં આવી. વિશ્વસનીય વીજળીના કારણે MSMEનું 2023માં ભારતના GDPમાં 29% યોગદાન મળ્યું હતું. વિકાસમાં અને સહાય તથા ગ્રામિણ અર્થ વ્યવસ્થામાં વૃદ્ધિ થઈ હતી.
ભારત 2047 તરફ આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યું છે
આ ઉપરાંત 2003માં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા ગુજરાતને રોકાણકારો માટેનું પાવરહાઉસ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં 2003થી 2014 સુધીમાં ગુજરાતમાં 16.28 લાખ કરોડ કરોડના રોકાણની પ્રપોઝલ આવી. ત્યાર બાદ 2014થી 2024 સુધીમાં મેક ઈન ઈન્ડિયાનો પાયો નંખાયો. આ પહેલ ચાલુ થઈ ત્યારથી 83 લાખ કરોડનો એફડીઆઈ પ્રવાહ આવ્યો. જમીન સુધારા, સિંગલ-વિન્ડો ક્લિયરન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રોકાણકાર-મૈત્રીપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવા પર ગુજરાત મોડેલને દેશના મોડેલ તરીકે રજૂ કરાયું. જેમાં સાબિત થયું કે દેશના રાજ્યો દેશની અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે છે. ગુજરાત મોડેલ મોદીના શાસનને પ્રેરણા આપે છે. ભારત 2047 તરફ આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યું છે.