
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ફક્ત ગુજરાત જ નહીં ભારતમાં વિવિધ રીતે ઉજવણી થશે. આ દિવસે ગુજરાતમાં અનેક શાળાઓમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ દિવસ પીએમ મોદી માટે વધુ મહત્વનો છે. પોતાના જન્મ દિવસે મોટાભાગે પીએમ મોદી માતા હીરાબાના આર્શીવાદ લેવા તેમના નિવાસસ્થાને મુલાકાત કરે છે. જો કે વર્ષ 2022માં વડાપ્રધાન મોદીજીના માતા હીરાબાનું અમદાવાદમાં નિધન થયું. ત્યારબાદથી પોતાના જન્મદિસવે માતા સાથેની ખાસ ક્ષણને અચૂક યાદ કરે છે. માતા હિરાબા સાથેની પીએમ મોદીની જુઓ ખાસ તસવીર. જેમાં પીએમ મોદીની દેખાઈ માતૃભક્તિ.

પીએમ મોદીનો માતા સાથેનો અતૂટ સંબંધ. કંઈપણ હોય ગભરાતો નહીં, હું બેઠી છું, હંમેશા દરેક સ્થિતિમાં તારી સાથે રહીશ તેવો ભાવ.

માતાનું વહાલ, વડાપ્રધાન થયા તો શું, માતાના હાથે પાણી પીવાનો અનેરો આનંદ છે, પીએમ મોદી. માતા અને પુત્ર વચ્ચે અદ્ભૂત સંબંધ જોવા મળ્યો.

હિરાબા એક શિક્ષક તરીકે પીએમ મોદીની શીખામણ આપી રહ્યા છે. એટલે જ કહેવાય છે કે પુત્ર ગમે તેટલો મોટો થાય પણ માતા શીખામણ આપે છે, જે હંમેશા જીવનમાં કામ લાગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાદગી દેખાઈ. માતા હિરાબા સાથે તેમના નિવાસસ્થાન પર સાદગીભર્યા ભોજનનો આનંદ માણ્યો.

પીએમ મોદીએ માતા હિરાબાના ચરણસ્પર્શ કરી આર્શીવાદ લીધા અને પગ પણ ધોયા હતા. આ એ મહત્વનો દિવસ છે જ્યારે તેમની માતાએ જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની માતા હીરાબાની તબિયત નાદુરસ્ત રહ્યા બાદ તેમના નિવાસસ્થાને રોકાયા હતા. બગીચામાં કુદરતી વાતાવરણમાં માતા અને પુત્ર.

અને આખરે પોતાના વ્હાલા પુત્ર અને પરિવારને છોડી હિરાબા અંતિમ સફરે ચાલ્યા. પીએમ મોદીએ એક પોસ્ટ શેર કરી "પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ નો અર્થ એટલે માતા" આપી માતા હિરાબાને શ્રદ્ધાંજલિ.