વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે તેમના 1 દાયકા લાંબા નેતૃત્વ કાર્યકાળ દરમિયાન દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો છે. જી-20 સંમેલનમાં ભૂમિકા, યુએસ સાથે સંબંધોમાં સુધાર અને વેક્સિન ડિપ્લોમેસીમાં કેટલીક પરિયોજનાઓ, તેમના કામની સૂચિમાં સામેલ છે. આવો તેમના જન્મદિવસ પર જાણીએ તેમની કેટલીક મહત્વપૂર્ણ ક્ષણ વિશે.....
G-20ની અધ્યક્ષતા
ભારતને વર્ષ 2023માં જી-20 સમ્મેલનની યજમાની કરવાનો મોકો મળ્યો. આ માટે "એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય" થીમ રજૂ કરવામાં આવી હતી. આ થીમ દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે સમગ્ર વિશ્વ એક પરિવાર સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિષદમાં એવા મુદ્દાઓને ઉઠાવ્યા જે વિકાસશીલ દેશો માટે મહત્વપૂર્ણ છે. જેમ કે ખોરાક અને ઊર્જા સુરક્ષા, હવામાન પરિવર્તનનો સામનો કરવો અને સમાન વિકાસ. સાથે સાથે તેમણે વર્તમાન આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
બ્રિક્સ સમ્મેલનમાં ભારતની ભૂમિકા
ભારત હંમેશાંથી ઊભરતી અર્થવ્યવસ્થા વાળાં દેશોના જૂથ બ્રિક્સનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. વર્ષ 2025માં બ્રાઝીલમાં યોજાયેલ બેઠકમાં વડાપ્રધાન મોદીએ હવામાન પરિવર્તન સામે લડવા માટે મજબૂત પગલાં લેવાની માગ કરી હતી. તેમણે દક્ષિણ-દક્ષિણ સહયોગની વાત કરી, જ્યાં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા વિકાસશીલ દેશો એકબીજાને સહયોગ આપીને આંતરરાષ્ટ્રીય નિર્ણયો પર પોતાનું પ્રભાવ વધારી શકે.
ક્વાડમાં ભાગીદારી
ક્વાડ (QUAD) જૂથમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સમાવેશ પામે છે. આ જૂથનો ઉદ્દેશ્ય હિન્દ-પ્રશાંત પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સહયોગ વધારવાનો છે. ભારતમાં ક્વાડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ક્વાડના ત્રણ મુખ્ય ઉદ્દેશ-પ્રદેશની સુરક્ષા, ટેકનોલોજીકલ સહયોગ, અને હવામાન પરિવર્તન. વર્ષ 2024ની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દ-પ્રશાંત પ્રદેશ મુક્ત, ખુલ્લો અને બધાં માટે સુરક્ષિત હોવો જોઈએ.
વૅક્સિન ડિપ્લોમસી
કોવિડ-19 વાયરસથી સમગ્ર દુનિયામાં વિનાશ સર્જાયો હતો. ત્યારે તેમની રસીને લોન્ચ કરવાની મોટી સફળતા માનવામાં આવી, પણ એથી પણ વધુ અગત્યનું હતું કે દુનિયાના બધા દેશોને રસી ઉપલબ્ધ કરાવવી. ભારતે તેમાં મોટી ભૂમિકા ભજવી અને 99 દેશો તથા બે યુનાઇટેડ નેશન એજન્સીઓને કુલ 30.12 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા.
ભારત-રશિયા સંબંધો
છેલ્લાં 11 વર્ષમાં ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની છે. બંને દેશો અંતર-સરકારી આયોગ દ્વારા નિયમિત ચર્ચાઓ કરે છે – જેમાં વેપાર, ટેક્નોલોજી, રક્ષા અને સંસ્કૃતિના વિષયો પર વિચાર વિમર્શ થાય છે. S-400 મિસાઈલ સિસ્ટમ, T-90 ટેન્ક, સુખોઈ-30 MKI જેટ અને બ્રહ્મોસ મિસાઈલના સંયુક્ત ઉત્પાદન અને સંશોધન માટે પણ બંને દેશોએ સહયોગ કર્યો છે.
ભારત-અમેરિકાના સંબંધો
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકાની વ્યાપક અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થઈ છે. બંને દેશોમાં રક્ષા, ટેકનોલોજી, અને વેપાર ક્ષેત્રે સહયોગ થયો છે. આ સહયોગમાં ક્વાન્ટમ કમ્પ્યુટિંગ, 5G અને 6G ટેક્નોલોજી તથા સંરક્ષણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. હળવો વેપાર સંબંધિત તણાવ પણ સામે આવ્યો હતો, જેમ કે નવા શુલ્ક નીતિ (ટેરિફ) કારણે GDP પર અસર. છતાં પણ બંને દેશ આ મુદ્દાઓને અરસ પરસ ઉકેલવા પ્રયાસશીલ છે.













